ગુજરાત

gujarat

ETV Bharat / bharat

વડાપ્રધાન મોદી અને ઉપરાષ્ટ્રપતિ નાયડુ તમામ રાજ્યપાલો સાથે કરશે સંવાદ

કોરોના નિવારણના સંબંધિત પગલાંને લોકો દ્વારા પાલન કરવાના મુદ્દા પર ઉપરાષ્ટ્રપતિ નાયડુ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચર્ચા કરશે. વડાપ્રધાને ભૂતકાળમાં પણ મુખ્યપ્રધાનો સાથે વાતચીત કરી હતી. તે દરમિયાન, લોકોની અવગણના અને વહીવટની સુસ્તીને કારણે કોરોનાના કેસો વધ્યા છે.

વડાપ્રધાન મોદી અને ઉપરાષ્ટ્રપતિ નાયડુ તમામ રાજ્યપાલો સાથે કરશે સંવાદ
વડાપ્રધાન મોદી અને ઉપરાષ્ટ્રપતિ નાયડુ તમામ રાજ્યપાલો સાથે કરશે સંવાદ

By

Published : Apr 13, 2021, 12:19 PM IST

  • કોરોનાને લઈને સર્જાયેલા સંજોગોને ધ્યાને રાખી વાતચીત થશે
  • લોકોમાં જાગૃતિ ફેલાવવા અને રસીકરણ માટે તાકીદ કરાશે
  • વડાપ્રધાને સમાજની વિવિધ હસ્તીઓ સાથે જોડાવાની હાકલ કરી

નવી દિલ્હી:ઉપરાષ્ટ્રપતિ એમ. વેંકૈયા નાયડુ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી બુધવારે કોરોનાને લઈને સર્જાયેલા સંજોગોને ધ્યાનમાં રાખીને વિવિધ રાજ્યોના રાજ્યપાલો સાથે વાતચીત કરશે. દેશમાં વધી રહેલા કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખીને આવી પહેલી બેઠક યોજાઈ રહી છે. જેમાં વડાપ્રધાન મોદી અને ઉપરાષ્ટ્રપતિ રાજ્યપાલો સાથે વાતચીત કરશે.

આ પણ વાંચો:કોરોના સંક્રમણને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉચ્ચસ્તરીય બેઠક યોજી

વહીવટની સુસ્તીને કારણે કોરોનાના કેસો વધ્યા

સૂત્રોના જણાવ્યા અનુસાર, આ સંવાદનો મુખ્ય મુદ્દો જનતા દ્વારા કોરોના નિવારણ સંબંધિત પગલાંને અનુસરવાનો હશે. વડાપ્રધાને ભૂતકાળમાં પણ મુખ્યપ્રધાનો સાથે વાતચીત કરી હતી. તે દરમિયાન, લોકોની અવગણના અને વહીવટની સુસ્તીને કારણે કોરોનાના કેસો વધી ગયા છે. તેમણે લોકોના બચાવ અંગે જાગૃતિ ફેલાવવા અને લોકોને રસીકરણ માટે પ્રોત્સાહિત કરવા રાજ્યના રાજ્યપાલો અને સમાજની વિવિધ હસ્તીઓ સાથે જોડાવાની હાકલ કરી હતી.

આ પણ વાંચો:વડાપ્રધાન મોદી કોરોનાની પરિસ્થિતિ લઈને રાજ્યોના મુખ્યપ્રધાનો સાથે કરશે ચર્ચા

રાજ્યપાલનો સંપૂર્ણ ઉપયોગ કરવા તાકીદ

તેમણે કહ્યું હતું કે, આપણે લોકોને વારંવાર કહેવું પડશે કે, રસી અપાયા પછી પણ માસ્ક અને અન્ય પગલાંનું પાલન કરવું ફરજિયાત છે. ફરીથી, માસ્ક અને સાવચેતી અંગે લોકોમાં આવતી બેદરકારી માટે જાગરૂકતા જરૂરી છે. જાગૃતિના આ અભિયાનમાં, આપણે ફરી એકવાર અસરકારક વ્યક્તિઓ, સામાજિક સંસ્થાઓ, સમાજના ખ્યાતનામ લોકોને આપણી સાથે જોડવા જોઈએ. આ સંવાદ દરમિયાન, વડાપ્રધાને મુખ્યપ્રધાનોને આ કામમાં રાજ્યપાલનો સંપૂર્ણ ઉપયોગ કરવા તાકીદ કરી હતી અને સર્વપક્ષીય બેઠક બોલાવી હતી. આ સાથે, આગળની રણનીતિઓ પર કામ કરવા સૂચન કર્યું હતું. તેમણે કહ્યું હતું કે, મારી વિનંતી છે કે રાજ્યપાલ અને મુખ્યપ્રધાનો એક સાથે મળીને તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાથે ડિજિટલ માધ્યમથી વાતચીત કરે. વધુમાં કહ્યું કે, આવા પ્રયાસો સમાજમાં સકારાત્મક સંદેશ આપશે.

ABOUT THE AUTHOR

...view details