- રાષ્ટ્રપતિની ચૂંટણીના અંતિમ તબક્કા માટે મતદાન
- રાષ્ટ્રપતિ પદ માટે 8 ઉમેદવારો મેદાનમાં હતા
- મતદાન ડેટા તૈયાર કરવામાં એક કે બે દિવસનો સમય લાગી શકે છે
- 14 મેના રોજ પરિણામ થશે જાહેર
ધર્મશાળા: કેન્દ્રીય તિબેટીયન પ્રશાસનના સિક્યોંગ / રાષ્ટ્રપતિ પદ માટે મતદાનનો અંતિમ તબક્કો રવિવારે યોજાયો હતો. આ સાથે રવિવારે દેશનિકાલ થયેલા તિબેટીયન સાંસદના 45 સભ્યો માટે પણ મતદાન યોજાયું હતું. તે જ સમયે, ધર્મશાળામાં મત આપવા માટે 9 મતદાન બુથ મૂકવામાં આવ્યા હતા, જ્યાં તિબેટી લોકોએ પોતાનો મત આપ્યો હતો.
આ પણ વાંચો:ચૂંટણી પ્રચારના અંતિમ દિવસે તમિલનાડુ અને પોંડીચેરીમાં જેપી નડ્ડા રોડ શો
તિબેટી લોકોએ 26 દેશોમાં મત આપ્યો
ચૂંટણીને લઈને તિબેટી લોકોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. તિબેટી લોકોએ ધર્મશાળા સહિતના 26 દેશોમાં પણ મતદાન કર્યું હતું. તે જ સાથે 26 દેશોમાંથી મતદાન ડેટા તૈયાર કરવામાં એક કે બે દિવસનો સમય લાગી શકે છે.
આ પણ વાંચો:આસામ વિધાનસભા ચૂંટણી 2021: પ્રથમ તબક્કામાં 47 બેઠકો માટે મતદાન શરૂ
વિશેષ બાબત એ છે કે, પ્રથમ તબક્કામાં રાષ્ટ્રપતિ પદ માટે 8 ઉમેદવારો મેદાનમાં હતા. હવે છેલ્લા તબક્કાના માત્ર બે વચ્ચે સ્પર્ધા છે. તિબેટીયન ચૂંટણી પંચના મુખ્ય ચૂંટણી કમિશ્નર વાંગડુ ટુર્સિંગે જણાવ્યું હતું કે, લગભગ 26 દેશોમાં નિર્વાસિત તિબેટિયનોને ચૂંટણી મતાધિકાર છે. તેમની કુલ સંખ્યા 83,079 છે. હવે બે પ્રકારની ચૂંટણીની પ્રક્રિયા ચાલી રહી છે. એક સેન્ટ્રલ તિબેટીયન એડમિનિસ્ટ્રેશનની રાષ્ટ્રપતિની ચૂંટણી માટે છે અને બીજો મતદાન સાંસદીય 45 બેઠકો માટે છે.
45 સાંસદીય બેઠકો માટે 95 ઉમેદવારો
45 સાંસદીય બેઠકો માટે 95 ઉમેદવારો છે, જ્યારે અધ્યક્ષ પદ માટે બે ઉમેદવારો વચ્ચે પેન્પા ત્સેરિંગેે અને ઔકાત્સંગ કેળસાંગ દોરજી લડી રહ્યા છે. ટર્સિંગે જણાવ્યું કે, પહેલા તબક્કા દરમિયાન 8 ઉમેદવારો હતા. જેમાં પેન્પા ત્સેરિંગેને સૌથી વધુ 24,488 મત મળ્યા હતા અને ઔકાત્સંગ કેળસાંગ દોરજીએ 14,544 મત મેળવ્યા હતા. હવે મતદાનનો છેલ્લો તબક્કો રવિવારે યોજાયો હતો. તેના આધારે 14 મેના રોજ પરિણામ જાહેર કરવામાં આવશે.