ચંદીગઢ: IPS અધિકારી વીકે ભાવરાને પંજાબના નવા DGP (New DGP of Punjab) બનાવવામાં આવ્યા છે. મુખ્યપ્રધાન ચરણજીત સિંહ ચન્નીએ ચૂંટણીની આચારસંહિતા (election code of conduct India) લાગુ થવાના થોડા કલાકો પહેલા જ તેમના નામ પર મહોર મારી દીધી હતી. સરકારે તેમના નામની સત્તાવાર જાહેરાત કરી છે. ભાવરા 1987 બેચના IPS અધિકારી છે.
વિજિલન્સ ચીફ તરીકે પણ કામ કરી ચૂક્યા ભાવરા
પંજાબ સરકારે DGP સિદ્ધાર્થ ચટોપાધ્યાય (dgp siddhartha chattopadhyay)ને હટાવીને વીકે ભાવરાને નવા DGP બનાવ્યા છે. PMની સુરક્ષામાં ચૂક (pm modi security breach) થવાના મામલે DGP સિદ્ધાર્થ ચટોપાધ્યાય પર પ્રશ્નો ઊઠી રહ્યા હતા. પંજાબમાં ચૂંટણી આચાર સંહિતા લાગુ (electoral code of conduct applied in punjab 2022) થાય તે પહેલા જ પંજાબ સરકારે UPSC પેનલને IPS અધિકારીઓના નામ મોકલ્યા હતા. આમાં વીકે ભાવરાને નવા DGP નિયુક્ત કર્યા છે. વીકે ભાવરા 1987 બેચના IPS અધિકારી છે. તેઓ વિજિલન્સ ચીફ તરીકે પણ કામ કરી ચૂક્યા છે.