ગુજરાત

gujarat

ETV Bharat / bharat

વિવેક બિન્દ્રાની પત્નીએ ઘરેલુ હિંસા સહિત અનેક કલમો અંતર્ગત કેસ કરશે, બિન્દ્રાની મુશ્કેલીઓ વધશે - મોટિવેશનલ સ્પીકર

નોઈડામાં પત્નીની મારપીટ કરવાના મામલે વિવેક બિન્દ્રાની મુશ્કેલીઓ વધી શકે છે. તેમની પત્ની બિન્દ્રા વિરુદ્ધ અનેક કલમો અંતર્ગત કેસ કરવા માંગે છે. સમગ્ર વિશ્વને બિઝનેસમાં મોટિવેટ કરતા બિન્દ્રાનું મોટિવેશન પોતાના સંસારને તુટતો બચાવવામાં કામ આવ્યું નથી. વાંચો સમગ્ર સમાચાર વિસ્તારપૂર્વક. Vivek Bindra Domestic Violence His wife

વિવેક બિન્દ્રાની પત્નીએ ઘરેલુ હિંસા સહિત અનેક કલમો અંતર્ગત કેસ કરશે
વિવેક બિન્દ્રાની પત્નીએ ઘરેલુ હિંસા સહિત અનેક કલમો અંતર્ગત કેસ કરશે

By ETV Bharat Gujarati Team

Published : Dec 25, 2023, 5:12 PM IST

નવી દિલ્હીઃ મોટિવેશન સ્પીકર વિવેક બિન્દ્રાની ઘરેલુ હિંસા મામલામાં મુશ્કેલીઓ વધતી જાય છે. હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયેલ તેમની પત્ની યાનિકા પોતાના વકીલ વાસુ શર્માના માધ્યમથી ઘરેલુ હિંસા સહિતની કલમો અંતર્ગત બિન્દ્રા વિરુદ્ધ કેસ કરવાની તૈયારી કરી રહી છે. આ જાણકારી બિન્દ્રાની પત્નીના વકીલ વાસુ શર્માએ આપી છે. આ મામલાની સમગ્ર જાણકારી પોલીસને શરુઆતમાં આપી દેવામાં નહીં આવે.

વાસુ શર્મા જણાવે છે કે યાનિકા અત્યારે હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થઈને ઘરે આવી ગઈ છે, પરંતુ તે પોલીસને નિવેદન આપી શકે તેવી સ્થિતિમાં નથી. યાનિકાની માનસિક સ્થિતિ બહુ ક્ષિપ્ત વિક્ષિપ્ત છે. સોમવારે યાનિકાની મુલાકાત પોલીસના ઉચ્ચ અધિકારીઓ સાથે ગોઠવાઈ હતી પણ અગમ્ય કારણોસર આ મુલાકાત ગોઠવાઈ નથી. યાનિકાની તબિયત વધુ સુધરશે ત્યારબાદ અધિકારીઓ યાનિકાની મુલાકાત કરશે, યાનિકા આ મામલામાં બીજી પણ કલમો ઉમેરાવા માંગે છે. આ સમગ્ર મામલે વિવેક બિન્દ્રાની પત્ની ઘરેલુ હિંસા સહિત અનેક કલમો અંતર્ગત કેસ કરવાની ઈચ્છા ધરાવે છે.

આ ઘટનાના દિવસનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં વિવેક બિન્દ્રા પોતાની પત્નીને સોસાયટીના ગેટથી અંદર લાવવાનો પ્રયત્ન કરતા જણાય છે. જો કે ઈટીવી ભારત આ વીડિયોને પ્રસારિત કરી શકે નહીં. આ મામલે અધિકારીઓ જણાવે છે કે વિવેક બિન્દ્રાને નોટિસ આપી દેવાઈ છે અને સત્વરે તેમનું નિવેદન પણ નોંધવામાં આવશે. આગળની કાર્યવાહી નિવેદન અને પુરાવાને આધારે કરવામાં આવશે. આ મામલે પોલીસ સત્વરે ચાર્જશીટ દાખલ કરી શકે છે.

ABOUT THE AUTHOR

...view details