નવી દિલ્હી : ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ખેલાડી વિરાટ કોહલીએ વધુ એક મોટી સિદ્ધિ હાંસલ કરી છે. વિરાટ કોહલીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 25000 રન બનાવવાનો આંકડો પાર કરી લીધો છે. ઓસ્ટ્રેલિયા સામે તેના હોમ ગ્રાઉન્ડ પર રમાઈ રહેલી ઇનિંગ્સ દરમિયાન તેણે આ સિદ્ધિ મેળવી હતી. વિરાટ કોહલીએ ઓસ્ટ્રેલિયા સામે દિલ્હીમાં રમાઈ રહેલી બીજી ટેસ્ટ મેચની બીજી ઈનિંગમાં આ સિદ્ધિ મેળવી હતી.
કોહલીના નામે વધું એક સિદ્ધી : વિરાટ કોહલી તે સૌથી ઓછી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચમાં આ સિદ્ધિ હાંસલ કરનાર ખેલાડી બની ગયો છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી ઝડપી 25000 રન બનાવનાર ખેલાડીઓમાં વિરાટ કોહલીનું નામ સૌથી આગળ છે. આ દરમિયાન કોહલીએ સચિન તેંડુલકર અને રિકી પોન્ટિંગને પાછળ છોડ્યો છે. વિરાટ કોહલીએ સચિન તેંડુલકર અને રિકી પોન્ટિંગ કરતાં પણ ઓછી ઇનિંગ્સમાં આ મોટું કારનામું કર્યું છે.
કુલ ઇનિંગ્સ