દુબઈઃ હાર્દિક પંડ્યા અને રવિન્દ્ર જાડેજાની શાનદાર બેટિંગને કારણે ભારતે રવિવારે દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે એશિયા કપ 2022 ની તેમની પ્રથમ ગ્રુપ A મેચમાં પાકિસ્તાનને પાંચ વિકેટથી હરાવ્યું હતું. પાકિસ્તાને 19.5 ઓવરમાં 147 રન બનાવ્યા હતા. પંડ્યા (33 અણનમ) અને જાડેજા (35)એ માત્ર 29 બોલમાં 52 રનની ભાગીદારી નોંધાવી હતી. જાડેજા છેલ્લી ઓવરમાં આઉટ થયો હતો, પરંતુ રોમાંચક મેચમાં પંડ્યાએ સિક્સર ફટકારીને ભારતની જીત સુનિશ્ચિત કરી હતી. એક મહિનાના વિરામ બાદ વાપસી કરી રહેલા કોહલીએ પણ 34 બોલમાં 35 રન બનાવીને સારું યોગદાન આપ્યું હતું.
આ પણ વાંચોપાકિસ્તાન સામેની રોમાંચક જીત બદલ પીએમ મોદીએ પાઠવ્યા અભિનંદન, તેંડુલકરે ટ્વીટ કરીને કહ્યું કે
આ મેચ બાદ ભારતીય ક્રિકેટર વિરાટ કોહલીએ પાકિસ્તાની ક્રિકેટર હરિસ રૌફને સ્પેશિયલ ગિફ્ટ આપીને લોકોના દિલ જીતી લીધા છે. બીસીસીઆઈએ સોમવારે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે. જેમાં કોહલી પાકિસ્તાન સામે જીત નોંધાવ્યા બાદ પાકિસ્તાનના ફાસ્ટ બોલર હરિસ રૌફને પોતાની હસ્તાક્ષરિત ટી-શર્ટ ભેટમાં આપી રહ્યો છે. આ સાથે આ વીડિયોમાં બંને ખેલાડીઓ વાત કરતા પણ જોવા મળે છે. હવે કોહલની આ સ્ટાઇલે બધાના દિલ જીતી લીધા છે.
આ પણ વાંચોપાકિસ્તાન સામે મળેલી જીત પર હાર્દિક પંડ્યાનું ઇમોશનલ ટ્વિટ
વિરાટ કોહલીએ 100 T20 આંતરરાષ્ટ્રીય મેચ રમનાર ભારતનો બીજો ખેલાડી બન્યો. જો કે, તે ODI, ટેસ્ટ અને T20 એમ ત્રણેય ફોર્મેટમાં 100-100 મેચ રમનાર વિશ્વનો માત્ર બીજો ક્રિકેટર છે.