ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Virat Kohli : વિરાટ કોહલીએ સ્ટાઇલ બદલી છે, રમવાનો સંકલ્પ નહીં, જૂઓ કોની સ્ટાઇલની યાદ અપાવી - ભારત અને વેસ્ટ ઈન્ડિઝ

વિરાટ કોહલીએ પોતાના સ્વભાવથી વિપરીત નવી બેટિંગ ટેકનિક પર સખત મહેનત કરી છે, તો જ તે ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટ મેચમાં સ્પિનરોનો સારી રીતે સામનો કરી શકશે.

Virat Kohli : વિરાટે કોહલીએ સ્ટાઇલ બદલી છે, રમવાનો સંકલ્પ નહીં, જૂઓ કોની સ્ટાઇલની યાદ અપાવી
Virat Kohli : વિરાટે કોહલીએ સ્ટાઇલ બદલી છે, રમવાનો સંકલ્પ નહીં, જૂઓ કોની સ્ટાઇલની યાદ અપાવી

By

Published : Jul 17, 2023, 4:31 PM IST

Updated : Jul 17, 2023, 4:54 PM IST

નવી દિલ્હી : ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં પિચની સ્થિતિને જોતાં વિરાટ કોહલીએ પોતાના સ્વભાવથી વિપરીત બેટિંગ કરી હતી. વિરાટ કોહલીએ ડોમિનિકાની પીચ પર દરેક પ્રકારની કવર ડ્રાઈવ રમી ન હતી, જેના કારણે તમને વિચાર આવી શકે છે કે કોહલીએ એવું કેમ ન કર્યું.

પિચના હિસાબે પોતાને અનુકૂળ કરવાની શૈલી:કોહલીની ફ્રન્ટ ફૂટ કવર ડ્રાઇવ, બેક ફૂટ કવર ડ્રાઇવ, સ્ટેપ આઉટ અને સ્ટેપ અવે ઇનસાઇડ-આઉટ કવર ડ્રાઇવ. સાથે સાથે કવર ફીલ્ડરની ડાબી તરફ કવર ડ્રાઈવ અને પછી તેની જમણી તરફ કવર ડ્રાઈવ. આટલું જ નહીં, સ્ટ્રેટ-બેટ, પંચી કવર ડ્રાઈવ, બોટમ-હેન્ડ ટોપ સ્પિન કવર ડ્રાઈવ. આ બધા સ્ટ્રોક પર પ્રથમ ટેસ્ટમાં કોઈ ચોગ્ગા જોવા મળ્યાં ન હતાં પરંતુ બેટિંગની એક કળા ચોક્કસપણે જોવા મળી હતી, જે પિચના હિસાબે પોતાને અનુકૂળ કરવાની શૈલી વિરાટે દર્શાવી છે.

કોહલીનો બેટધરોને સંદેશ :જોકે પોતાની 110મી ટેસ્ટ મેચમાં કોહલીએ કવર ડ્રાઇવ રમીને પહેલો ચોગ્યો માર્યા વાદ હવામાં મુક્કો ઉઠાવી એક ચોગ્યા પર જશ્ન મનાવ્યો હતો, જે સામાન્ય રીતે સદી કે અર્ધશતક બનાવવા પર કરવામાં આવે છે. આનાથી જ આ ચોગ્ગાનું મહત્ત્વ સમજી શકો છો. ભલે કોહલી તેની અડધી સદીને સદીમાં રૂપાંતરિત કરતા પહેલાં આઉટ થઈ ગયો, પરંતુ તેણે ધીમી અને ધુમાવદાર પિચ પર તેની 262 મિનિટની બેટિંગમાં એક સંદેશ આપી દીધો હતો.

182 બોલમાં માત્ર 5 ચોગ્ગા :વિરાટ કોહલીએ 182 બોલમાં માત્ર 5 ચોગ્ગા ફટકાર્યા હતાં. જેમાં તેનો પહેલો ચોગ્ગો ઇનિંગના 81માં બોલ પર આવ્યો હતો પહેલા દિવસે તેના ખાતામાં માત્ર એક ચોગ્ગો હતો. બીજા દિવસે તેણે વધુ 4 ચોગ્ગા ફટકાર્યા. મોટાભાગના ચોગ્ગા લેગ સાઇડના ખરાબ બોલ પર જ ફટકારવામાં આવ્યા હતાં. કોહલીએ તેનો પહેલો ચોગ્ગો ફટકારવા માટે 81 બોલ, બીજો ચોગ્ગો ફટકારવા માટે 43 બોલ અને ત્રીજો ચોગ્ગો ફટકારવા માટે વધુ 36 બોલ લીધા હતાં. ત્યાં સુધીમાં તેણે 50 રનનો આંકડો પાર કરી લીધો હતો પણ રન બનાવવાની ઉતાવળ બતાવતો ન હતો.

કોહલીએ ચોગ્ગાનો કેટલો સમય લીધો તમે જોઈ શકો છો કે એક ચોગ્ગાથી બીજા ચોગ્ગા વચ્ચે અને કોના બોલ પર કેટલો સમય લીધો છે...141.4... રેફરી સામે પાંચમો ચોગ્યોર, 138.1.. બ્રાથવેટ સામે ચોથો ચોગ્યો, 137.5..એથાનાઝેથી ત્રીજો ચોગ્યો, 121.2..જોસેફ બીજો ચોગ્યો અને 108.5..વોરિકન પહેલો ચોગ્યો. કોહલીનો આ દાવ ડોમિનિકામાં પહેલા વેસ્ટ ઇન્ડિઝ-ભારત ટેસ્ટની પિચ સ્પિનરોના માટે થોડી ઉછાળ સાથે ધીમી ગતિથી ટર્ન લેવા વાળી પીચ પર હતો. જેના કારણે બેટ્સમેનોને બોલ રમવામાં ઘણી મુશ્કેલી પડી રહી હતી. બીજા દિવસના છેલ્લા સત્રમાં અને ત્રીજા દિવસે આ સમસ્યા વધવા લાગી.

સચિન પણ આવી પહેલ કરતો હતો:તાજેતરના મહિનાઓ અને વર્ષોમાં કોહલીએ ટેસ્ટ મેચોમાં મોટી લાંબી ઇનિંગ્સ રમી નથી. કેપટાઉનમાં 79 અને અમદાવાદમાં 186 રનને બાદ કરતાં કેટલીક સૌથી લાંબી ટેસ્ટ ઇનિંગ્સમાં તે નિષ્ફળ ગયો છે. આ ઈનિંગ પછી તેના વિશે એવું કહેવામાં આવી રહ્યું છે કે તે પોતાની ઈનિંગને આગળ વધારવા માટે પોતાનો ફેવરિટ શોટ પણ છોડી રહ્યો છે. એટલા માટે તેને સચિન તેંડુલકર જેવો કહેવામાં આવી રહ્યો છે. સચિન પણ ઘણી વખત તેની બેટિંગને પિચ અને બોલિંગ અનુસાર અપનાવતો હતો. તે પોતાના શોટનું સિલેક્શન પણ ખૂબ સમજી વિચારીને કરતો હતો.

એવરેજ બે ગણી વધી ગઇ:હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે કોહલીએ જરૂરિયાત મુજબ પોતાની સ્ટાઈલ બદલી છે. ધીમે ધીમે સ્કોર કરવો અને પીચ પર રહેવું એ સમયની જરૂરિયાત હતી. કોહલી તેના સૌથી ખરાબ તબક્કામાંથી બહાર આવી ગયો છે. કોહલીની આ વર્ષે બેટિંગ એવરેજ 48.44 છે, જ્યારે 2020-22ના સમયગાળામાં તે માત્ર 26.20 હતી. તેથી તમામ આશંકાઓ પાયાવિહોણા ગણીને આગામી મેચોમાં તેની બેટિંગનો આનંદ માણવાની તૈયારી કરી લો. કારણ કે વિરાટ કોહલી લાંબા સમય સુધી પોતાના મનપસંદ શોટ અને કુદરતી રમતને ક્યારેય છોડી શકે નહીં.

  1. IND vs WI 1st Test : ભારતની વેસ્ટ ઈન્ડિઝ સામે શાનદાર જીત, અશ્વિનની ફિરકી સામે કેરેબિયન ટીમ ત્રણ દિવસમાં જ ધ્વસ્ત
  2. Virat Kohli News Record : ટેસ્ટ ક્રિકેટમાં કિંગ કોહલીની અભૂતપૂર્વ સિદ્ધિ, વિરેન્દ્ર સેહવાગનો આ રેકોર્ડ તોડ્યો
  3. Asian Games 2023: એશિયન ગેમ્સ 2023ની ક્રિકેટ ટીમ માટે કેપ્ટન જાહેર થયેલા ઋતુરાજ ગાયકવાડનું શું છે સપનું ?
Last Updated : Jul 17, 2023, 4:54 PM IST

ABOUT THE AUTHOR

...view details