નૈનીતાલ(ઉતરાખંડ): ભારતીય ક્રિકેટર વિરાટ કોહલી પત્ની અનુષ્કા શર્મા અને પુત્રી વામિકા સાથે ઉત્તરાખંડના પ્રવાસે છે. ગતરોજ કોહલી હેલિકોપ્ટર દ્વારા ભવલીની સૈનિક સ્કૂલના(Virat Kohli and Anushka Sharma reached Kainchidham) હેલિપેડ પર ઉતર્યા હતા. જે બાદ આજે વિરાટ કોહલી બાબા નીમ કરૌલીના ધામે પહોંચ્યા હતા. અહીં વિરાટ કોહલી અને અનુષ્કા શર્માએ બાબા નીમ કરૌલી ધામમાં પ્રાર્થના કરી હતી. જે બાદ તેણે બાબાના ધામમાં હનુમાન ચાલીસાનો પાઠ પણ કર્યો હતો.
લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ:આ દરમિયાન અનુષ્કા અને વિરાટે બાબા નીમ કરૌલી મહારાજની આરતીમાં ભાગ લીધો હતો અને ભંડારાનો પ્રસાદ લીધો હતો. વિરાટ અને અનુષ્કાના મંદિર પહોંચવાની જાણ થતાં જ તેમના સેંકડો ચાહકો મંદિરના ગેટની બહાર એકઠા થઈ ગયા હતા. જો કે, અનુષ્કા અને વિરાટ ચાહકોને મળ્યા વિના મુક્તેશ્વર પરત ફર્યા હતા. વિરાટ અને અનુષ્કાએ મંદિર સમિતિના લોકો સાથે તસ્વીરો પડાવી હતી. બાબા નીમ કરૌલી મહારાજના ભક્તોમાં દેશવાસીઓ જ નહીં પણ વિદેશી ભક્તો પણ સામેલ છે. જેમાં હવે વિરાટ કોહલી અને અનુષ્કા શર્માનું નામ પણ જોડાઈ ગયું છે. બાબાની વધતી લોકપ્રિયતા જોઈને હવે માત્ર દેશ જ નહીં પરંતુ વિદેશી પણ લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર વર્ષે નૈનીતાલના કૈંચી ધામમાં દર્શન કરવા પહોંચે છે.
નીમ કરૌલી બાબાનો આશ્રમ: કૈંચી ધામ ઉત્તરાખંડમાં હિમાલયની તળેટીમાં આવેલો નાનો આશ્રમ છે. ખૂબ જ શાંત, સ્વચ્છ સ્થળ અને હરિયાળી અહીં આકર્ષિત કરે છે. દરિયાઈ સપાટીથી 1400 મીટરની ઉંચાઈ પર સ્થિત નૈનીતાલ-અલમોડા રોડ પર આવેલ આ આશ્રમ ધાર્મિક લોકોમાં કૈંચી ધામ તરીકે લોકપ્રિય છે. આ આશ્રમ બાબા નીમ કરોલી મહારાજ જીના સમર્પણમાં બનાવવામાં આવ્યો છે. બાબા નીમ કરૌલી, જેમને હિંદુ આધ્યાત્મિક ગુરુ તરીકે પૂજવામાં આવે છે, તેઓ હનુમાનજીના પરમ ભક્ત હતા. તેમને માનનારા તેમને હનુમાનજીનો અવતાર માને છે.