ગુજરાત

gujarat

ETV Bharat / bharat

વિદ્યાના ધામમાં વિદ્યાર્થીઓ સાથે કરાવવામાં આવતું હતું આવું કામ, આ રીતે ફૂટ્યો સમગ્ર ભાંડો - પ્રિન્સિપાલ ના ત્રાસથી વિદ્યાર્થીઓ પરેશાન

જહાનાબાદની મિડલ સ્કૂલ સુલમાનપુરમાં બાળકોને ભણાવવાને બદલે કામ કરાવવામાં આવે(Bihar schools In students should be given labor) છે. પ્રિન્સિપાલના ડરથી બાળકો ના પણ પાડી શકતા(Students are disturbed by torture of principal) નથી. શાળામાં ભણવા આવેલા આ માસુમ બાળકો શાળાએ આવીને બાળ મજૂર બની જાય છે. તેમને સ્કુલમાં લાકડા કાપવાથી માંડીને ખાડો ખોદવાનું કામ જેવા અન્યા કામોની સોંપણી કરવામાં આવે છે.

વિદ્યાર્થીઓ કરે છે મજૂરી
વિદ્યાર્થીઓ કરે છે મજૂરી

By

Published : Jul 30, 2022, 4:26 PM IST

બિહાર : શાળા એ મંદિર છે, જ્યાં બાળકો પોતાનું ભવિષ્ય બનાવવા જાય છે. પરંતુ બિહારની અંદર એક સ્કુલ આવેલી છે, જેમાં બાળકોને શિક્ષણ નહિ પરંતુ કામની સોંપણી કરાવામાં આવે(Bihar schools In students should be given labor) છે. આ નિર્દોષોને બાળ મજૂર બનાવવામાં આવે છે. તેમને કોદાળી, પાવડા અને કુહાડી જેવા ઓજારો આપીના સ્કુલમાં કામ કરાવવામાં આવે છે. જે હાથમાં પેન પકડવાની છે, તે હાથમાં ઓજારો પકડવા મજબૂર બન્યા છે બાળકો. જહાનાબાદ જિલ્લાના કાકો બ્લોકમાં એક સ્કૂલના પ્રિન્સિપાલનો અમાનવીય ચહેરો સામે આવ્યો છે. પ્રિન્સિપાલના ડરથી વિદ્યાર્થીઓ કંઈપણ કહેતા ડરે(Students are disturbed by torture of principal) છે. જો કે, ઘણું પૂછવા પર, એક બાળકે કહ્યું કે તેને શાળામાં કામ ન કરવા માટે માર મારવામાં આવે છે. આ સમગ્ર મામલે વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

વિદ્યાર્થીઓ કરે છે મજૂરી

બાળકો સાથે મજબૂરી - ભણવાને બદલે કામ થાય છે - જ્યાં વાલીઓ પોતાના બાળકોને ભણવા માટે સ્કૂલે મોકલે છે, પરંતુ તેમના બાળકો જોડે સ્કૂલમાં અન્ય કામ કામો કરાવવામાં આવે છે. બાળકો જોડે લાકડા કપાવવા અને ખાડા ખોદવા જેવા ભારે કામો શાળાના મુખ્ય શિક્ષક દ્વારા કરવામાં આવે છે. વાયરલ થઈ રહેલા વીડિયોમાં બાળકો સ્પષ્ટપણે આ બધું કરતા જોવા મળી રહ્યા છે. આ વીડિયો સ્કૂલની બાજુમાં આવેલી ટેરેસ પરથી કોઈએ બનાવ્યો હોય તેવું લાગી રહ્યું છે.

વિદ્યાર્થીઓની મજબૂરી - શાળાના વિદ્યાર્થીઓ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, "અમે કામ ન કરીએ તો અમને માર મારવામાં આવે છે. અમારી પાસે મજૂરો જેવા ભારે કામો પણ કરાવવામાં આવી રહ્યા છે. આ બધા કામો અમે તમામ બાળકો મળીને કરીએ છીએ.

વીડિયો થયો વાઈરલ - ડીએમ ઋષિ પાંડેએ સ્કૂલનું નિરીક્ષણ કર્યું હતું અને સમગ્ર મામલાની તપાસમાં હાથ ધરી હતી. આ સાથે બ્લોક એજ્યુકેશન ઓફિસર નરેન્દ્ર કુમાર પણ શાળાએ પહોંચ્યા હતા. અધિકારીઓ દ્વારા પૂછવામાં આવતા વાલીઓએ જણાવ્યું કે, મુખ્ય શિક્ષક દ્વારા બાળકોને દરરોજ કોઈને કોઈ કામમાં રોકી દેવામાં આવે છે અને અભ્યાસના નામે માત્ર હાજરી જ પૂરવામાં આવે છે.

અઘિકારીનું નિવેેદન - ડીએમ ઋષિ પાંડેના જણાવ્યા મૂજબ, "મને આ ઘટના વિશે જાણ થઈ છે. મને ભૂતકાળમાં પણ ઘણી વખત ફરિયાદ મળી છે, હું તેની સંપૂર્ણ તપાસ કરાવી રહ્યો છું. જે લોકો આમાં દોષી હશે તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે. નામાંકનના નામે વસૂલાત પણ કરવામાં આવે છે. "બાળકો આ બાબતે કંઇ કહેવા માટે ડરી રહ્યા છે. તેમને આ બાબતે હેડ માસ્ટરનું પણ નિવેદન લીધું છે. તેમને બાળકોના માતાપિતાને પણ પૂછ્યું છે કે, જે થઈ રહ્યું છે તે બરાબર નથી.

ABOUT THE AUTHOR

...view details