અમરાવતીઃ આંધ્રપ્રદેશમાં હિંસક અથડામણની માહિતી સામે આવી છે. મુખ્યપ્રધાન જગનમોહન રેડ્ડીની પાર્ટી વાયએસઆરસીપી અને પૂર્વ મુખ્યપ્રધાન ચંદ્રબાબુ નાયડુની (YSRCP AND TDP WORKERS)પાર્ટી ટીડીપીના કાર્યકર્તાઓ વચ્ચેની અથડામણને કારણે આ અથડામણ થઈ હતી.(VIOLENT BETWEEN YSRCP AND TDP IN ANDHRA PRADESH) પોલીસના જણાવ્યા અનુસાર બંને તરફથી પથ્થરમારો પણ થયો છે. પાર્ટી કાર્યકર્તાઓએ આ દરમિયાન અનેક વાહનોને પણ આગ લગાવી દીધી છે. આ ઘટનામાં ઘણા લોકો ઈજાગ્રસ્ત થયા હોવાનું કહેવાય છે.
કલમ 144 લાગુ: પલનાડુ જિલ્લાના માશેરલા શહેરમાં એક કાર્યક્રમમાં હિંસક અથડામણમાં એકબીજા પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. જોકે, પોલીસનું કહેવું છે કે આમાં સામેલ કુલ 10 લોકોની અટકાયત કરવામાં આવી છે. પલનાડુના એસપી વાય રવિશંકર રેડ્ડીના જણાવ્યા અનુસાર, પરિસ્થિતિ હવે નિયંત્રણમાં છે અને શહેરમાં કલમ 144 લાગુ કરવામાં આવી છે.