ETV Bharat Gujarat

ગુજરાત

gujarat

ETV Bharat / bharat

અફઘાનિસ્તાનમાં અંધાધૂંધ ગોળીબાર, 17 લોકોના મોત - હેરાત

અફઘાનિસ્તાનમાં તાલિબાન શાસન પરત ફર્યા બાદ અશાંતિનું વાતાવરણ છે. તાજેતરની ઘટનાઓમાં, હેરાતમાં સશસ્ત્ર અથડામણમાં (Herat Armed Clash) 17 લોકો માર્યા ગયા હોવાના અહેવાલ છે.

અફઘાનિસ્તાનમાં હિંસા , 17 લોકોના મોત
અફઘાનિસ્તાનમાં હિંસા , 17 લોકોના મોત
author img

By

Published : Oct 25, 2021, 9:00 AM IST

  • હેરાતમાં હિંસક અથડામણમાં એક ડઝનથી વધુ લોકો માર્યા ગયા
  • અફઘાનિસ્તાન હિંસક અથડામણમાં 17 લોકોના મોત
  • રાષ્ટ્રપતિ અશરફ ગનીને સત્તા પરથી હાંકી કાઢમાં આવ્યા

હેરત (અફઘાનિસ્તાન): પશ્ચિમી અફઘાનિસ્તાન પ્રાંત હેરાતમાં (western Afghan province of Herat)તાલિબાન (Taliban fighters)અને સશસ્ત્ર માણસોના જૂથ વચ્ચે અથડામણ થઈ. હિંસક અથડામણમાં એક ડઝનથી વધુ લોકો માર્યા ગયા છે. સમાચાર એજન્સી સ્પુટનિકે એક સ્થાનિક હોસ્પિટલને ટાંકીને આ માહિતી આપી છે.

ગોળી વાગવાથી તમામના મોત થયા

સ્પુટનિકે સૂત્રને ટાંકીને કહ્યું કે, સાત બાળકો, ત્રણ મહિલાઓ અને સાત પુરુષો સહિત 17 લોકોના મૃતદેહો હેરાત પ્રાંતની એક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. ગોળી વાગવાથી તમામના મોત થયા હતા.

ગોળી વાગવાથી તમામના મોત થયા

અફઘાન અધિકારીઓના જણાવ્યા મુજબ તાલિબાનોએ રવિવારે અપહરણમાં સામેલ સ્થાનિક ગુનેગારો સામે હેરાતમાં વિશેષ ઓપરેશન શરૂ કર્યું હતું. આ દરમિયાન ઓછામાં ઓછા ત્રણ ગુનેગારો માર્યા ગયા હતા.

વિદેશી કામદારો અને અફઘાન સાથીઓનું સામૂહિક સ્થળાંતર

તાલિબાન 15 ઓગસ્ટના રોજ રાજધાની કાબુલ પર કબ્જો કર્યા બાદ અફઘાનિસ્તાનમાં સત્તા પર આવ્યું. તાલિબાન સત્તા પર આવતાની સાથે જ રાષ્ટ્રપતિ અશરફ ગનીને સત્તા પરથી હાંકી કાઢમાં આવ્યા હતા. તાલિબાન સત્તામાં આવ્યા પછી, વિદેશી કામદારો અને અફઘાન સાથીઓનું સામૂહિક સ્થળાંતર પણ શરૂ થયું.

આ પણ વાંચોઃવડાપ્રધાન મોદી સોમવારે પ્રધાનમંત્રી આત્મનિર્ભર સ્વસ્થ ભારત યોજનાની કરશે શરૂઆત

આ પણ વાંચોઃજમ્મુના લોકો સાથે હવે કોઈ અન્યાય નહીં કરી શકે : અમિત શાહ

ABOUT THE AUTHOR

...view details