- આંતરરાષ્ટ્રીય મહિલા હિંસા નાબુદી દિવસ
- UN મહિલાઓ સામે વધી રહેલી હિંસા નાબુદ કરવા માટે યુનાઈટેડ કેમ્પેઈન શરૂ કરાયું
- મહિલાઓ સામેની હિંસા નાબુદી માટેનો આંતરરાષ્ટ્રીય દિવસ દર વર્ષે 25 નવેમ્બરે ઉજવાય છે
હૈદરાબાદઃ યુનાઈટેડ નેશન્સ દ્વારા મહિલાઓ સામે વધી રહેલી હિંસા (UN Women report) નાબુદ કરવા માટે યુનાઈટેડ કેમ્પેઈન શરૂ કરવામાં આવ્યું છે. મહિલાઓ સામેની હિંસા નાબુદી માટેનો આંતરરાષ્ટ્રીય દિવસ (International Day for the Elimination of Violence Against Women) દર વર્ષે 25 નવેમ્બરે (November 25) મહિલાઓ વિરુદ્ધ હિંસા રોકવા માટે ઉજવવામાં આવે છે. UNના સેક્રેટરી જનરલ એન્ટોનિયો ગુટેરેસે કહ્યું કે મહિલાઓ અને છોકરીઓ સામેની જાતીય હિંસા સદીઓથી પુરૂષ વર્ચસ્વમાં જડેલી છે. આપણા વિશ્વમાં સદીઓથી મહિલાઓ અને છોકરીઓ સામે હિંસા (Violence against women) થતી આવી છે. આ માનવાધિકાર ઉલ્લંઘન પૈકી એક છે.
- ઇતિહાસ:
વિરોધ કરવા બદલ બહેનોની હત્યા કરાઈ હતી
25 નવેમ્બર 1960ના રોજ રાજકીય કાર્યકર્તા ડોમિનિકન શાસક રાફેલ ટ્રુજીલો (1930-1961)ના આદેશ પર 1960માં મીરાબેલ બહેનોની નિર્દયતાથી હત્યા કરવામાં આવી હતી. આ ત્રણેય બહેનોએ ટ્રુજિલોની સરમુખત્યારશાહીનો સખત વિરોધ કર્યો હતો. મહિલા અધિકારોના સમર્થકો અને કાર્યકરો 1981થી આ ત્રણેય બહેનોના મૃત્યુની સ્મૃતિ તરીકે આ દિવસની ઉજવણી કરે છે. 17 ડિસેમ્બર 1999ના રોજ યુનાઈટેડ નેશન્સ જનરલ એસેમ્બલીએ સર્વાનુમતે નિર્ણય લીધો કે, 25 નવેમ્બરને (November 25) મહિલાઓ સામેની હિંસા નાબૂદી માટેના આંતરરાષ્ટ્રીય દિવસ (International Day for the Elimination of Violence Against Women) તરીકે મનાવવામાં આવશે.
વૈશ્વિક આંક:
- 3માંથી 1 મહિલા તેમના જીવનકાળમાં શારીરિક અથવા જાતીય હિંસાનો ભોગ બને છે, મોટેભાગે તેમના જીવનસાથી દ્વારા.
- માત્ર 52 ટકા સ્ત્રીઓએ જ પરીણિત અથવા સ્વતંત્ર રીતે સેક્સ, ગર્ભનિરોધકનો ઉપયોગ અને આરોગ્ય સંભાળ વિશે પોતાના નિર્ણયો લીધા છે.
- વિશ્વભરમાં લગભગ 75 કરોડ મહિલાઓ અને છોકરીઓના લગ્ન 18 વર્ષની ઉંમર પહેલા કરવામાં આવ્યા હતા. જ્યારે 20 કરોડ મહિલાઓ અને છોકરીઓ જાતીય હિંસાનો ભોગ બની હતી.
- 2017માં વિશ્વભરમાં 2માંથી 1 મહિલાની તેમના પરિવારના સભ્યો દ્વારા હત્યા કરવામાં આવી હતી. જ્યારે સમાન સંજોગોમાં 20માંથી માત્ર એક જ પુરૂષનું મોત આવા સંજોગોમાં થયું હતું.
- વિશ્વભરમાં માનવ તસ્કરીનો ભોગ બનેલા 71 ટકા મહિલાઓ અને છોકરીઓનો હિસ્સો છે. જેમાં ચારમાંથી ત્રણ મહિલાઓ અને યુવતીઓનું જાતીય શોષણ થાય છે.
- દરરોજ 137 મહિલાઓની તેમના પરિવારના સભ્યો દ્વારા હત્યા કરવામાં આવે છે. એવો અંદાજ છે કે 2017માં વૈશ્વિક સ્તરે 87,000 મહિલાઓની જાણી જોઈને હત્યા કરવામાં આવી હતી, જેમાં અડધાથી વધુની (50,000) ભાગીદારો અથવા પરિવારના સભ્યો દ્વારા હત્યા કરવામાં આવી હતી.
- વિશ્વભરમાં 15- 19 વર્ષની વયની 1.5 કરોડ કિશોરીઓએ બળજબરીથી સેક્સનો અનુભવ કર્યો છે.
ભારતમાં મહિલાઓ સામે હિંસા:
NCRB 2019ના રિપોર્ટ અનુસાર 2018થી 2019 દરમિયાન મહિલાઓ વિરુદ્ધના ગુનાઓમાં 7.3 ટકાનો વધારો થયો છે.
યુપીમાં મહિલાઓ વિરુદ્ધના સૌથી વધુ ગુનાઓ (59,853) નોંધાયા છે. દેશભરમાં આવા કેસોમાં આ 14.7 ટકા છે. તે પછી રાજસ્થાનમાં 41,550 કેસ હતા, જે 10.2 ટકા હતા અને મહારાષ્ટ્રમાં 37,144 કેસ હતા જે 9.2 ટકા હતા. આસામમાં મહિલાઓ વિરુદ્ધ અપરાધનો સૌથી વધુ દર 177.8 (પ્રતિ લાખ વસ્તી) નોંધાયો છે.