- દિલ્હીમાં કોલસા કૌભાંડ મામલે સોમવારે સુનાવણી
- આરોપી વિકાસ મિશ્રાને કોર્ટમાં રજૂ કરવામાં આવશે
- દિલ્હીની રાઉઝ રેવન્યુ કોર્ટમાં આરોપીને કરાશે રજૂ
આ પણ વાંચોઃસેના ભરતી કૌભાંડ: 13 શહેરોના 30 સ્થળો પર CBIના દરોડા
નવી દિલ્હીઃ કોલસા કૌભાંડ મામલામાં પકડાયેલા વિકાસ મિશ્રાને સોમવારે દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાં રજૂ કરવામાં આવશે. ગઈ 16 માર્ચે કોર્ટે આરોપી વિકાસ મિશ્રાને અત્યાર સુધી ઈડીની કસ્ટડીમાં મોકલવામાં આવ્યો હતો.
આ પણ વાંચોઃસુરત નકલી નોટ કૌભાંડ: 1 હજારની નકલી નોટ બજારમાં ફરતી કરવા બદલ 400 કમિશન મળતું હતું
કોર્ટે આરોપીઓને ઈડીની કસ્ટડીમાં મોકલવાનો આદેશ આપ્યો હતો
16 માર્ચે સ્પેશિયલ જજ અજય ગુલાટી સમક્ષ વિકાસ મિશ્રાને રજૂ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ કોર્ટે અત્યાર સુધી ઈડીની કસ્ટડીમાં મોકલવાનો આદેશ આપ્યો હતો. વિકાસ મિશ્રા તૃણમુલ કોંગ્રેસના નેતા વિનય મિશ્રાનો ભાઈ છે. કોર્ટે કહ્યું હતું કે, કોલસા કૌભાંડ મામલાના ષડયંત્રને જાણવા માટે આરોપીની ધરપકડ કરી તેની પુછપરછ કરવાની જરૂર છે. કોર્ટે ઈડીને નિર્દેશ કર્યો હતો કે, તેઓ કસ્ટડી દરમિયાન 24 કલાક પછી વિકાસ મિશ્રાનું મેડિકલ ચેકઅપ કરાવે.
આરોપીઓ સામે ભ્રષ્ટાચારનો કેસ દાખલ
ઈડીના જણાવ્યાનુસાર, 27 નવેમ્બર 2020એ CBIએ ECL કંપનીના કુનુકતોરિયા વિસ્તારમાં GM અમિત કુમારના ઘર સામે કોલકાતામાં કેસ દાખલ કર્યો હતો. આ મામલામાં ELCએ કાઝોરા વિસ્તારના GM જયેશચંદ્ર રાય, ECL આસનસોલના સુરક્ષા પ્રમુખ તન્મય દાસ, ECLના એરિયા સિક્યોરિટી ઈન્સ્પેક્ટર ધનંજય રાય, ECLના કાઝોરા વિસ્તારના સિક્યોરિટી ઈન્ચાર્જ દેબાશિષ મુખર્જી, અનુપ માજી અને ECLના બીજા અધિકારીઓને આરોપી બનાવવામાં આવ્યા હતા. તેમની વિરુદ્ધ ભ્રષ્ટાચારનો કેસ દાખલ કરવામાં આવ્યો છે.