સામાન કબજે કરતા વખતે રોયો મહાઠગ નવી દિલ્હીઃમહાઠગ સુકેશ ચંદ્રશેખરનો તિહાર જેલમાંથી એક વીડિયો સામે આવ્યો છે. મંડોલી જેલમાં બંધ સુકેશ રંજન, જેલર દિપક શર્મા અને જયસિંહ સામે સુકેશ ધ્રુસકેને ધ્રુસકે રોતો જોવા મળ્યો હતો. સુકેશ, હર્ષ વિહાર વિસ્તારના મંડોલી જેલમાં બંધ છે. જાણવા મળ્યું હતું કે, જેલમાં તપાસ કરવામાં આવી હતી. તે વખતે પણ સુકેશના બેરેકની તપાસ કરતા જેલ તંત્રને સેલમાંથી દોઢ લાખ રૂપિયા, ચપ્પલ અને 80,000 રૂપિયાની કિંમતની 2 જિન્સ મળી આવી હતી.
આ પણ વાંચોઃConman Sukesh Chandrasekhar: કોર્ટે જેકલીન ફર્નાન્ડીઝને દુબઈ જવાની આપી મંજૂરી
સામાન કબજે કરતા વખતે રોયો મહાઠગઃઆ વીડિયોમાં સુકેશ ધ્રુસકેને ધ્રુસકે રોતો જોવા મળ્યો હતો. તે વખતે તે વારંવાર આંખોને સાફ કરતો જોવા મળ્યો હતો. જોકે, છેલ્લા કેટલાક મહિનાઓથી સુકેશ ચંદ્રશેખર પોતાના પત્રોના માધ્યમથી કલાકારોને જ નહીં, પરંતુ અનેક નેતાઓ પર પણ નિશાન સાધ્યા હતા. આ મામલામે જેકલિન ફર્નાન્ડિઝ અને નોરા ફતેહી જેવી અભિનેત્રીઓ પણ તપાસના દાયરામાં છે.
આ પણ વાંચોઃSukesh Chandrasekhar: મહાઠગ સુકેશનું દિલ બંધ જેલમાં ધબક્યું, જેકલીન અને નોરાને 'વેલેન્ટાઈન ડે'ની પાઠવી શુભેચ્છા
EDએ માગ્યા હતા રિમાન્ડઃ મ્યુનિસિપલ ચૂંટણીઓ પહેલા જેલમાં બંધ સુકેશ ચંદ્રશેખરે લગભગ ડઝનો પત્ર લખીને તિહાર જેલમાં બંધ દિલ્હી સરકારના પ્રધાન સત્યેન્દ્ર જૈન સાથે મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ અને નાયબ મુખ્યપ્રધાન મનીષ સિસોદિયા પર ગંભીર આક્ષેપ લગાવી ઉપરાજ્યપાલ અને મીડિયાના નામે પત્ર જાહેર કર્યા હતા. આ પહેલા સુકેશ ચંદ્રશેખરને પટિયાલા હાઉસ કોર્ટે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની 9 દિવસની રિમાન્ડ પર મોકલવામાં આવ્યો હતો. જોકે, ઈડીએ સુકેશના 14 દિવસના રિમાન્ડની માગ કરી હતી.