ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Amritpal video: અમૃતપાલે જાહેર કરેલા વીડિયો અંગે મોટો ખુલાસો, પોલીસ એક્શનમાં - video released by Amritpal was uploaded from UK

અમૃતપાલ સિંહ દ્વારા જાહેર કરવામાં આવેલા વીડિયોને લઈને મોટો ખુલાસો થયો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર અમૃતપાલ સિંહનો વીડિયો યુનાઈટેડ કિંગડમ (યુકે)માંથી ત્રણ આઈપી એડ્રેસ દ્વારા અપલોડ કરવામાં આવ્યો હતો. જે YouTube એકાઉન્ટ પરથી વીડિયો અપલોડ કરવામાં આવ્યો હતો. તે યુટ્યુબ એકાઉન્ટ ભારતમાં પ્રતિબંધિત છે.

અમૃતપાલે જાહેર કરેલા વીડિયો અંગે મોટો ખુલાસો
અમૃતપાલે જાહેર કરેલા વીડિયો અંગે મોટો ખુલાસો

By

Published : Mar 30, 2023, 6:44 PM IST

ચંદીગઢઃ ​​18 માર્ચથી પોલીસ દ્વારા ભાગેડુ જાહેર કરાયેલા અમૃતપાલ સિંહે એક વીડિયો જાહેર કર્યો છે. આ વીડિયોને જોયા બાદ મોટો ખુલાસો થયો છે. વીડિયો જાહેર કરનાર અમૃતપાલે સરબત ખાલસા બોલાવવાની અપીલ કરી છે.

યુકેથી અપલોડ કરાયો વીડિયો: અમૃતપાલે જાહેર કરેલા વીડિયોની પોલીસ ગંભીરતાથી તપાસ કરી રહી છે. અમૃતપાલ સિંહનો વીડિયો ત્રણ આઈપી એડ્રેસ દ્વારા પ્રસારિત કરવામાં આવ્યો હતો. આ વીડિયો યુનાઈટેડ કિંગડમ (યુકે)માંથી અપલોડ કરવામાં આવ્યો છે અને આ વીડિયો લગભગ 3 દિવસ પહેલા ઉત્તર પ્રદેશમાં રેકોર્ડ કરવામાં આવ્યો હતો. જે YouTube એકાઉન્ટ પરથી વીડિયો અપલોડ કરવામાં આવ્યો હતો તે યુટ્યુબ એકાઉન્ટ ભારતમાં પ્રતિબંધિત છે.

ગઈકાલે બનાવ્યો હતો વીડિયો: 18 માર્ચની ઘટના બાદ ગઈકાલે પહેલીવાર અમૃતપાલનો વીડિયો સામે આવ્યો હતો. અમૃતપાલે એક વીડિયો જાહેર કરીને શ્રી અકાલ તખ્ત સાહિબના જથેદાર ગિયાની હરપ્રીત સિંહને બૈસાખીના અવસર પર સરબત ખાલસા બોલાવવાની અપીલ કરી છે. વીડિયોમાં અમૃતપાલે કહ્યું કે 18 માર્ચે માલવામાં તેમનો એક કાર્યક્રમ હતો અને તે કાર્યક્રમમાં હાજરી આપવા માટે ઘરની બહાર આવ્યો હતો અને મોટી સંખ્યામાં પોલીસ દ્વારા ઘેરાઈ ગયો હતો. 18 માર્ચની ઘટના બાદ ઈન્ટરનેટ બંધ હોવાથી તે સંપર્કમાં રહી શક્યો ન હતો.

આ પણ વાંચો:Amritpal Singh: દિલ્હીમાં પાઘડી વગર અને ખુલ્લા વાળમાં દેખાયો અમૃતપાલ, જુઓ CCTV ફૂટેજ

વીડિયોમાં અમૃતપાલની અપીલઃવીડિયોમાં અમૃતપાલે કહ્યું કે બૈસાખીના અવસર પર સરબત ખાલસા એકઠા થવો જોઈએ. શીખ સમુદાયના આ મોટા મુદ્દા પર જતેદાર સાહેબે પોતે આગળ આવવું જોઈએ અને નેતૃત્વ કરવું જોઈએ. અમૃતપાલે કહ્યું કે બૈસાખીના અવસર પર બોલાવવામાં આવેલ સરબત ખાલસા એ જ સરબત ખાલસા હોવો જોઈએ જે અબ્દાલીની ઘટના પછી બોલાવવામાં આવ્યો હતો. પંજાબને બચાવવું હશે તો બધાએ આગળ આવવું પડશે. અમૃતપાલે કહ્યું કે આ મુદ્દો માત્ર મારી ધરપકડનો નથી, વિદેશમાં બેઠેલા લોકોએ આ મુદ્દા પર વિચાર કરવો જોઈએ.

આ પણ વાંચો:Amritpal Singh: ખાલિસ્તાની સમર્થક અમૃતપાલ સિંહ કરી શકે છે સરેન્ડર

ABOUT THE AUTHOR

...view details