- છત્તીસગઢમાં કોરોના સંક્રમણની ગતિ ઓછી થયા બાદ અનલોકની પ્રક્રિયા ચાલી રહી છે
- એક યુવાન નાળિયેર પર અગરબત્તી લગાવીને દારૂની પૂજા કરી રહ્યો હતો
- દુકાન ખોલતાં જ લોકોની ભારે ભીડ એકઠી થઈ ગઈ હતી
રાયપુર: સોશિયલ મીડિયા(social media)માં આ દિવસોમાં એક વીડિયો ખૂબ જ વાઇરલથઈ રહ્યો છે. જેમાં જોવા મળી રહ્યું છે કે, એક યુવાન નાળિયેર પર અગરબત્તી લગાવીને દારૂની પૂજા કરી રહ્યો છે. અને જય હોના નારા લગાવતો હતો. વીડિયો વિશે જાણવા મળ્યું છે કે, તે છત્તીસગઢના અભાનપુરનો છે. જ્યાં એક યુવક દેશી દારૂની દુકાન ખુલવા પર એટલો ખુશ થઈ ગયો કે દારૂની બોટલ ખરીદ્યા બાદ તેણે નાળિયેરને પહેલા બાટલીની સામે મૂકી અને તે પછી અગરબત્તી કરી, હાથ જોડીને અને નમસ્કાર કર્યા.
આ પણ વાંચોઃનશામાં ધૂત ટ્રક ડ્રાઇવરે 200 ફુટ સુધી રિક્ષા ઢસડી, જુઓ વીડિયો...
છત્તીસગઢમાં કોરોના સંક્રમણની ગતિ ઓછી થયા બાદ અનલોકની પ્રક્રિયા ચાલી રહી છે
ખરેખર, છત્તીસગઢમાં કોરોના સંક્રમણની ગતિ ઓછી થયા બાદ અનલોકની પ્રક્રિયા ચાલી રહી છે. ઘણા જિલ્લાઓ અનલોક થઈ ગયા છે. જ્યાં લોકડાઉનના પગલે સવારે 6થી સાંજના 6 વાગ્યા સુધી માર્કેટ ખોલવાની મંજૂરી આપવામાં આવી છે.