- વીડિયો સોશિયલ મીડિયા (Social media) પર જોરદાર વાયરલ
- પરિવારના સભ્યોએ યુવતીને ઝાડ પર લટકાવીને લાકડીઓ ફટકારી
- વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે
મધ્યપ્રદેશ: અલીરાજપુરમાં યુવતીને નિર્દયતાથી માર મારવાનો મામલો સામે આવ્યો છે. યુવતીને તેના પિતા, ભાઈ અને પિતરાઇ ભાઇએ લાકડીઓ વડે માર માર્યો હતો. આટલું જ નહીં, પરિવારના સભ્યોએ યુવતીને ઝાડ પર લટકાવીને લાકડીઓ ફટકારી હતી. તેનો વીડિયો સોશિયલ મીડિયા (Social media) પર જોરદાર વાયરલ (Viral video) થઈ રહ્યો છે. પીડિતાની ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી તેની તબીબી તપાસ કરાવી છે.
યુવતી ઘણી વખત ઘરથી ભાગી ગઈ છે જેના કારણે તેને માર મારવામાં આવ્યો
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલો વીડિયો જિલ્લાભરમાં જોરશોરથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં એક યુવતીને તેના પિતા, ભાઈ અને પિતરાઇ ભાઇએ લાકડીઓ વડે માર માર્યો હતો. આ પછી તેને એક ઝાડની નજીક ખેંચીને પછી ઝાડ પરથી લટકાવીને લાકડીઓ વડે માર મારવામાં આવ્યો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે, યુવતી ઘણી વખત ઘરથી ભાગી ગઈ છે જેના કારણે તેને માર મારવામાં આવ્યો છે.