નવી દિલ્હી: ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડુ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને લોકસભા સ્પીકર ઓમ બિરલા આજે સંયુક્ત રીતે સંસદ ટીવી લોન્ચ કરશે. પ્રધાનમંત્રી કાર્યાલય (PMO) દ્વારા મંગળવારે આ માહિતી આપવામાં આવી હતી.
પીએમઓએ એ પણ રેખાંકિત કર્યું કે 'આંતરરાષ્ટ્રીય લોકશાહી દિવસ' પર 'સંસદ ટીવી' શરૂ કરવામાં આવી રહ્યું છે.
આ પણ વાંચો : JEE Main Result 2021: 44 વિદ્યાર્થીઓએ 100 પરસેંટાઈલ પ્રાપ્ત કર્યા
આ વર્ષે ફેબ્રુઆરી મહિનામાં લોકસભા ટીવી અને રાજ્યસભા ટીવીને જોડીને નવું સંસદ ટીવી શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ પછી, માર્ચ મહિનામાં સંસદ ટીવીના મુખ્ય કાર્યકારી અધિકારીની નિમણૂક કરવામાં આવી હતી.
આ પણ વાંચો :ભુપેન્દ્ર પટેલની સરકારના પ્રધાનો લેશે ગુરુવારે શપથ, કયા પ્રધાનોનું પત્તું કપાશે-કોને મળશે જગ્યા, જુઓ વિશેષ અહેવાલ
પીએમઓએ કહ્યું કે, સંસદ ટીવીના કાર્યક્રમો મુખ્યત્વે ચાર કેટેગરીમાં હશે. તેમાં સંસદ અને લોકશાહી સંસ્થાઓમાં કામગીરી, શાસન અને યોજનાઓ અને નીતિઓનું અમલીકરણ, ભારતનો ઇતિહાસ અને સંસ્કૃતિ અને સમકાલીન મુદ્દાઓ અને હિતો અને ચિંતાઓનો સમાવેશ થાય છે.