બેંગલુરુ: ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડુએ (Venkaiah Naidu inaugurated India University Games) રવિવારે બેંગલુરુના કાંતિરવા ઇન્ડોર સ્ટેડિયમમાં ખેલો ઈન્ડિયા યુનિવર્સિટી ગેમ્સ 2021નું ઉદ્ઘાટન કર્યું હતું. જેમાં સીએમ બસવરાજ બોમાઈ, કેન્દ્રીય રમતગમત પ્રધાન અનુરાગ ઠાકુર અને કર્ણાટકના રમતગમત પ્રધાન ડૉ.કે.સી. નારાયણ ગૌડા સહિત અનેક મહાનુભાવોએ હાજરી આપી હતી.
આ પણ વાંચો:ભારતે ચીની નાગરિકો માટે પ્રવાસી વિઝા કર્યા સસ્પેન્ડ
PM મોદીએ કહ્યું રમત શક્તિ દેશની શક્તિમાં ફાળો આપે છે : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે કહ્યું હતું કે, રમત શક્તિ દેશની શક્તિમાં ફાળો આપે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખેલો ઈન્ડિયા યુનિવર્સિટી ગેમ્સ (KIUG)-2021ના ઉદ્ઘાટન સમયે રેકોર્ડ કરેલા સંદેશમાં કહ્યું હતું કે, રમત શક્તિ ભારતની શક્તિ બની રહી છે અને રમતગમતમાં ઓળખ રાષ્ટ્રની ઓળખ બની રહી છે. કોવિડ-19 રોગચાળાને કારણે ગયા વર્ષની રમતો યોજાઈ શકી ન હતી. વડાપ્રધાને કહ્યું કે ટોક્યો ઓલિમ્પિકમાં ભાગ લઈ રહેલા ખેલાડીઓના ચહેરા પરની ખુશીનું કારણ માત્ર મેડલ જીતવાનું નથી પરંતુ દેશ માટે રમવું છે.
આ પણ વાંચો:Raisina dialogue 2022: PM મોદી આવતીકાલે કરશે રાયસીના ડાયલોગની સાતમી આવૃત્તિનું ઉદ્ઘાટ
સ્વદેશી રમતોને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવી જોઈએ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ KIUG-2021માં ભાગ લેનારા વિદ્યાર્થીઓને કહ્યું કે, તેઓ એવું ન વિચારે કે તેઓ પોતાના માટે, તેમના પરિવાર માટે કે યુનિવર્સિટીઓ માટે રમી રહ્યા છે, પરંતુ એમ વિચારો કે તેઓ દેશ માટે રમી રહ્યા છે. વડાપ્રધાને પોતાના સંદેશમાં કહ્યું કે, આ ભાવના ભવિષ્યમાં મેડલ જીતવામાં મદદ કરશે. સફળતા માટે વિદ્યાર્થીઓએ સમર્પણ સાથે રમવું જોઈએ. આ પહેલા ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડુએ કાંતિર્વ સ્ટેડિયમમાં કાર્યક્રમનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે તેમણે મલ્લખંભ જેવી સ્વદેશી રમતોનો સમાવેશ કરવાના વિચારને આવકાર્યો હતો. નાયડુએ કહ્યું કે, સ્વદેશી રમતોને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવી જોઈએ.