ગુજરાત

gujarat

ETV Bharat / bharat

વાયબ્રન્ટ સમિટ 2024 અંતર્ગત હૈદરાબાદમાં સફળ રોડ શોનું આયોજન કરાયું - નરેન્દ્ર મોદી

વડા પ્રધાન મોદી જયારે ગુજરાતના મુખ્ય પ્રધાન હતા ત્યારે તેમણે શરુ કરેલ મહત્વની ઈવેન્ટ વાયબ્રન્ટ સમિટને સફળ બનાવવા ગુજરાત સરકાર અનેક રોડ શો અને પ્રી સમિટનું આયોજન કરી રહી છે. આ શ્રેણીમાં આજે હૈદરાબાદમાં રાજ્ય પ્રધાન જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષામાં એક રોડ શોનું આયોજન કરવામાં આવ્યું હતું. વાંચો સમગ્ર સમાચાર વિસ્તારપૂર્વક. Vibrant Summit 2014 Narendra Modi Bhupendra Patel Jagdish Vishwalarma

વાયબ્રન્ટ સમિટ 2024 અંતર્ગત હૈદરાબાદમાં સફળ રોડ શોનું આયોજન કરાયું
વાયબ્રન્ટ સમિટ 2024 અંતર્ગત હૈદરાબાદમાં સફળ રોડ શોનું આયોજન કરાયું

By ETV Bharat Gujarati Team

Published : Dec 22, 2023, 10:26 PM IST

હૈદરાબાદઃ ગુજરાત સરકાર આગામી મહિનામાં આવનારા વાયબ્રન્ટ સમિટને સફળ બનાવવા માટે કમર કસી રહી છે. જે અંતર્ગત ગુજરાત સરકારે મુંબઈ, ચંદીગઢ, કોલકાતા, ચેન્નઈ, લખનૌ, બેંગાલુરુ, ગૌહાટી, જયપુર અને ઈન્દોરમાં 9 નેશનલ રોડ શો કર્યા. તેમજ 11 ઈન્ટરનેશનલ ડેલિગેશન સાથે બેઠકો યોજી. જાપાન, જર્મની, ઈટાલી, ડેનમાર્ક, સિંગાપોર, ઓસ્ટ્રેલિયા, વિયેતનામ, દક્ષિણ કોરિયા, ફ્રાન્સ, યુએઈ અને યુએસએ જેવા દેશોના ડેલિગેટ્સે આ બેઠકમાં ભાગ લીધો હતો. આજે ગુજરાત સરકારના MSME પ્રધાન જગદીશ વિશ્વકર્માના નેતૃત્વમાં હૈદરાબાદમાં રોડ શોનું આયોજન કરવામાં આવ્યું હતું.

અગ્રણી સંસ્થાના વડા સાથે મુલાકાતઃ હૈદરાબાદમાં આયોજિત રોડ શો અગાઉ જગદીશ વિશ્વકર્મા સ્થાનિક અગ્રણી સંસ્થાઓના વડાઓને મળ્યા હતા. જેમાં અવંતિ ફીડ્સ લિ., મોસચિપ ટેકનલોજી લિ., ડેટાસેન્ટર્સ, ટી હબ તેમજ ATGC બાયોટેક પ્રાઇવેટ લિ જેવી અગ્રણી કંપનીઓ અને સંસ્થાઓનો સમાવેશ થાય છે.

રોડ શો ટિટ્સ બિટ્સઃ રોડ શોની શરુઆતમાં ફિક્કીના એક્ઝિક્યૂટિવ કમિટી મેમ્બર શ્રી મીલા જયદેવે વક્તવ્ય આપ્યું હતું. ગિફ્ટ સિટી પર એક એવી રજૂ કરવામાં આવી હતી. તેમજ આઈએએસ ડૉ. કુલદીપ આર્યએ ગુજરાતમાં વેપાર માટે કેવી તકો છે તેની રજૂઆત કરી હતી. ત્યારબાદ બેઝિક ઈન્ટરમીડિયેટ્સ, દીપક નાઈટ્રાઈટ લિ., એપોલો હોસ્પિટલ્સ, વેલસ્પન ગ્રૂપના ઉચ્ચ અધિકારીઓએ ગુજરાતમાં વેપાર કરવામાં અનુકુળતાઓ વિશે અનુભવો શેર કર્યા હતા.

જગદીશ વિશ્વકર્માનું વક્તવ્યઃ રાજ્ય સરકારના MSME પ્રધાન જગદીશ વિશ્વકર્માએ ગુજરાત સરકારની ઉપલબ્ધિઓ, ગુજરાતમાં વેપારની તકો અને વાયબ્રન્ટ સમિટ વિશે વિગતવાર માહિતી આપી હતી.લોજિસ્ટિક્સ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને રિન્યૂએબલ એનર્જી જેવા વિવિધ સેક્ટર્સમાં ગુજરાતની સિદ્ધિઓ વર્ણવી હતી. તેમણે જણાવ્યું કે, ભારતના જીડીપીમાં ગુજરાતનું યોગદાન 8.3%, આશરે USD 282 બિલિયન છે. રાજ્યએ 2002-2022 સુધીમાં 55 બિલિયન USDનું એફડીઆઈ મેળવ્યું છે. 500+ ફોર્ચ્યુન ગ્લોબલ કંપનીઓ સહિત વિશ્વની સૌથી મોટી મલ્ટીનેશનલ કંપનીઓ ગુજરાતમાં કાર્યરત છે. ગુજરાતમાં સાડા સાત લાખથી વધુ લોકોને રોજગારી આપતા 13 લાખથી વધુ MSME છે. ગુજરાતને ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ રેન્કિંગસ પણ મળ્યા છે. વર્ષ 2018માં નેશનલ સ્ટાર્ટઅપ રેન્કિંગ મળ્યું છે. 2022માં LEADS ઈન્ડેક્સ તથા 2021માં ગૂડ ગવર્નન્સ ઈન્ડેક્સના એવોર્ડ્સ મળ્યા છે. ગુજરાતનું વ્યાપક નેટવર્ક દરરોજ 2,20,000 કિલોમીટરથી વધુ, 1 મુખ્ય બંદર અને ભારતની 40% નિકાસનું સંચાલન કરે છે, 4 આંતરરાષ્ટ્રીય એરપોર્ટ સાથે 19 ઓપરેશનલ એરપોર્ટ અને એરસ્ટ્રીપ્સ અને 5200 કિલોમીટરથી વધુ લાંબા રેલ રૂટને આવરી લે છે. નાણાકીય વર્ષ 2022-23માં આશરે USD 150 બિલિયન સુધી પહોંચવા સાથે, ગુજરાત ભારતની કુલ નિકાસમાં નોંધપાત્ર 33% હિસ્સો ધરાવે છે. રાજ્ય કાર્ગો હેન્ડલિંગ ક્ષમતામાં પણ અગ્રેસર છે, જે રાષ્ટ્રમાં સર્વોચ્ચ સ્થાન ધરાવે છે. ભારતના સૌથી વધુ ઔદ્યોગિક અને શહેરીકૃત અર્થતંત્રોમાંના એક તરીકે પ્રખ્યાત, ગુજરાતે 2022માં જામનગરમાં વિશ્વના પ્રથમ અને એકમાત્ર 'WHO-ગ્લોબલ સેન્ટર ફોર ટ્રાન્સલેશનલ મેડિસિન' (GCTM)ના ઉદ્ઘાટન સાથે તેની વૈશ્વિક સ્થિતિને વધુ મજબૂત બનાવી છે. ગુજરાત ભારતના જીડીપીમાં 8.3%, આશરે USD 282 બિલિયનનું યોગદાન આપે છે.

વડા પ્રધાનને શ્રેયઃ વાયબ્રન્ટ સમિટ પાછળ વડા પ્રધાનની દૂરંદેશી રહેલી છે. જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું કે વડા પ્રધાન જ્યારે ગુજરાતના મુખ્ય પ્રધાન હતા ત્યારે તેમણે પડકારોને તકોમાં ફેરવીને આંતરરાષ્ટ્રીય રોકાણોને આકર્ષવામાં સફળતા મેળવી હતી. તેમના પ્રયાસોને લીધે આજે 10 વાયબ્રન્ટ સમિટ યોજાવા જઈ રહી છે. મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ આયોજિત VGGS ની 10મી આવૃત્તિ, વડા પ્રધાન નરેન્દ્ર મોદીના 'વિકસીત ભારત@ 2047'ના વિઝનને સાકાર કરવામાં મુખ્ય ભૂમિકા ભજવશે.

  1. વાયબ્રન્ટ સમિટ સંદર્ભે ગાંધીનગરમાં એક મહિના માટે 'માય બાઈક' સર્વિસ ફરીથી શરુ કરાશે, કેટલો થશે ખર્ચ?
  2. CM ભૂપેન્દ્ર પટેલ જાપાનના પ્રવાસે; રીન્યુએબ્લ એનર્જી, ગ્રીન હાઇડ્રોજન પ્રોજેક્ટ બાબતે ચર્ચા, જાપાનને આપ્યું વાયબ્રન્ટ ગુજરાતનું આમંત્રણ

ABOUT THE AUTHOR

...view details