ગુજરાત

gujarat

ETV Bharat / bharat

બંગાળમાં મંગળવારે ભાજપના દિગ્ગજ નેતાઓ ચૂંટણી પ્રચાર કરશે - રાજનાથ સિંહ

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખી ભાજપ આક્રમક અંદાજથી પ્રચાર કરી રહી છે. મંગળવારે ભાજપની 7 રેલી યોજાશે. ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ, સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહ ત્રણ-ત્રણ સભા ગજવશે. આ ઉપરાંત ભાજપના પ્રમુખ જે. પી. નડ્ડા વિષ્ણુપુરમાં રોડ શૉ સાથે એક રેલીને પણ સંબોધિત કરશે.

બંગાળમાં મંગળવારે ભાજપના દિગ્ગજ નેતાઓ ચૂંટણી પ્રચાર કરશે
બંગાળમાં મંગળવારે ભાજપના દિગ્ગજ નેતાઓ ચૂંટણી પ્રચાર કરશે

By

Published : Mar 16, 2021, 8:35 AM IST

  • બંગાળમાં ચૂંટણીને ધ્યાનમાં રાખી ભાજપ આક્રમક અંદાજમાં
  • પશ્ચિમ બંગાળમાં ભાજપ 7 રેલીઓનું આયોજન કરશે
  • રાજનાથસિંહ, જે. પી. નડ્ડા, યોગી આદિત્યનાથ જેવા દિગ્ગજ નેતા ગજવશે સભા

આ પણ વાંચોઃબંગાળની જનતા પરિવર્તન ઇચ્છે છેઃ કેન્દ્રીયપ્રધાન નીતિન ગડકરી સાથે મુલાકાત

કોલકાતાઃ પશ્ચિમ બંગાળમાં 8 તબક્કામાં વિધાનસભાની ચૂંટણી યોજાશે. આ પહેલા તમામ પાર્ટીઓએ પ્રચારમાં પોતાની સંપૂર્ણ તાકાત લગાવી દીધી છે. તૃણમૂલ સુપ્રીમો મમતા બેનરજી વ્હિલચેર પર હોવા છતા છેલ્લા 2 દિવસથી સતત જનસંપર્ક કરવાનો પ્રયત્ન કરી રહ્યાં છે. ભાજપ પણ મમતાના જવાબમાં સતત ચૂંટણી રેલીઓ અને રોડ શૉનું આયોજન કરી રહી છે. આ અંતર્ગત જ મંગળવારે ભાજપ કુલ 7 રેલીનું આયોજન કરશે, જેમાં સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડા અને ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ ઉપસ્થિત રહેશે.

આ પણ વાંચોઃયશવંત સિન્હાને TMCમાં મળી મોટી જવાબદારી, કાર્યસમિતિમાં પણ શામેલ

બંગાળની ચૂંટણી જીતવા ભાજપના દિગ્ગજ નેતા મેદાને

આ અંગે મળતી માહિતી અનુસાર, ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ મંગળવારે પુરુલિયા, બાંકુડા અને મોદિનીપુરમાં જનસભા સંબોધશે. આ સાથે જ સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ દાસપુર, સબાંગ અને સલબોનીમાં જનસભા સંબોધશે. આ ઉપરાંત ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડા વિષ્ણુપુરમાં રોડ શૉ કરશે તેમજ કોતુલપુરમાં રેલી પણ યોજશે.

ABOUT THE AUTHOR

...view details