મુંબઈ : જુનિયર મેહમૂદ તરીકે જાણીતા પીઢ અભિનેતા નઈમ સૈયદનું શુક્રવારે પેટના કેન્સર સામે લડ્યા બાદ મુંબઈના ખારમાં તેમના ઘરે અવસાન થયું હતું. તેઓ 67 વર્ષના હતા. અભિનેતાના પરિવારે એક નિવેદનમાં તેમના મૃત્યુની પુષ્ટિ કરી છે. તેમના પરિવાર દ્વારા આપવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે જૂનિયર મહેમૂદનું તેમના ઘરે સવારે 2.15 વાગ્યે નિધન થયું હતું. તેઓ પેટના કેન્સરથી પીડિત હતા. તેમના આત્માને શાશ્વત શાંતિ મળે.
કેન્સરથી પિડિત હતા : જૂનિયર મહેમૂદના પુત્ર હસનૈને મીડિયાને જણાવ્યું કે અમને તેમના ચોથા સ્ટેજના પેટના કેન્સર વિશે 18 દિવસ પહેલા જ ખબર પડી હતી. અમે તેમને ટાટા મેમોરિયલ હોસ્પિટલ લઈ ગયા. ત્યાંના ડીને અમને કહ્યું કે આ તબક્કે સારવાર અને કીમોથેરાપી ખૂબ જ પીડાદાયક હશે. હોસ્પિટલે સૂચવ્યું કે અમે ઘરે તેમની સંભાળ લઈએ.
આ ફિલ્મમાં કામ કરી ચુક્યા છે : જૂનિયર મેહમૂદે બાળ કલાકાર તરીકે મોહબ્બત ઝિંદગી હૈ (1966) થી તેમની ફિલ્મી કારકિર્દીની શરૂઆત કરી હતી. તેમણે નૌનીહાલ, કારવાં, હાથી મેરે સાથી, મેરા નામ જોકર, સુહાગ રાત, બ્રહ્મચારી, કટી પતંગ, હરે રામા હરે કૃષ્ણ, ગીત ગાતા ચલ, ઈમાનદાર, બાપ નંબરી બેટા દસ નંબરી, આજ કા અર્જુન, ગુરુદેવ, છોટે, સરકાર અને જુદાઈ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે.
ફિલ્મનું નિર્માણ અને મિર્દેશન પર કર્યું છે : અભિનેતાએ થોડા સમય માટે ટેલિવિઝન પર પ્યાર કા દર્દ હૈ મીઠા મીઠા પ્યારા પ્યારા અને એક રિશ્તા સાઝેદારી જૈસે શોમાં કામ કર્યું હતું. તેમણે ઘણી મરાઠી ફિલ્મોનું નિર્માણ અને નિર્દેશન પણ કર્યું હતું. સ્વર્ગસ્થ કોમેડી આઇકન મેહમૂદે 1968ની ફિલ્મ સુહાગ રાતમાં સ્ક્રીન સ્પેસ શેર કર્યા પછી નઈમ સૈયદને સ્ક્રીન નામ જુનિયર મેહમૂદ આપ્યું હતું.
- OMG! હિમાંશી ખુરાના- અસીમ રિયાઝનું બ્રેકઅપ, કારણ જાણીને તમે હેરાન થઈ જશો
- 'ડંકી' હિન્દી ફિલ્મોનું સૌથી વધુ જોવામાં આવતું ટ્રેલર બન્યું, 'સલાર'નો રેકોર્ડ તોડ્યો