ગુજરાત

gujarat

ETV Bharat / bharat

મોહમ્મદ ઝુબેરની જામીન અરજી પર આજે નિર્ણય, જાણો શું હતો મામલો - ઝુબેરની જામીન અરજી પર ચુકાદો

દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટની સેશન્સ કોર્ટ આજે મોહમ્મદ ઝુબેરની જામીન અરજી પર ચુકાદો (verdict on Mohammad Zubair bail plea) સંભળાવશે. એડિશનલ સેશન્સ જજ દેવેન્દ્ર કુમાર જાંગલાએ 14 જુલાઈના રોજ ચુકાદો અનામત રાખ્યો હતો.

Patiala House court
Patiala House court

By

Published : Jul 15, 2022, 1:03 PM IST

નવી દિલ્હી:દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટની સેશન્સ કોર્ટ (Patiala House court) આજે દિલ્હીમાં નોંધાયેલી FIRમાં (verdict on Mohammad Zubair bail plea) ફેક્ટ ચેક વેબસાઈટ ઓલ્ટ ન્યૂઝના સહ-સંસ્થાપક મોહમ્મદ ઝુબેરે દાખલ કરેલી જામીન અરજી પર ચુકાદો સંભળાવશે. એડિશનલ સેશન્સ જજ દેવેન્દ્ર કુમાર જાંગલાએ 14 જુલાઈના રોજ ચુકાદો અનામત રાખ્યો હતો.

આ પણ વાંચો:પોલીસે બચાવ્યો ગંગા નદીમાં ડૂબતા યુવકનો જીવ, વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ

ધાર્મિક લાગણી ભડકાવવાનો આરોપ: સુનાવણી દરમિયાન ઝુબૈર તરફથી (Mohammad Zubair) હાજર રહેલા એડવોકેટ વૃંદા ગ્રોવરે (Verdict on bail plea of Alt news co founder M Zubair) કહ્યું હતું કે, ઝુબૈરનું ટ્વીટ જેના સંબંધમાં FIR નોંધવામાં આવી છે તે 1983ની ફિલ્મ 'કિસી સે ના કહેના' પરથી લેવામાં આવી હતી. 2 જુલાઈએ, દિલ્હીમાં નોંધાયેલી FIRમાં, પટિયાલા હાઉસ કોર્ટના ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ સ્નિગ્ધા સરવરિયાએ ઝુબેરની જામીન અરજી ફગાવી દીધી હતી. ઝુબેરની 27 જૂને ધરપકડ કરવામાં આવી હતી. ઝુબૈર પર ધાર્મિક લાગણી ભડકાવવાનો આરોપ છે. ધાર્મિક લાગણીઓને ભડકાવવા ઉપરાંત, દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે ઝુબેર વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ 120B, 201 અને FCRAની કલમ 35 પણ ઉમેરી છે.

આ પણ વાંચો:ઈન્ટરનેટ અને યુટ્યુબથી મદદથી બનાવતા હતા મિસાઈલ, આવી રીતે ફુટ્યો ભાંડો

સીતાપુરમાં ઝુબેર વિરુદ્ધ FIR: ઉત્તર પ્રદેશના સીતાપુરમાં ઝુબેર વિરુદ્ધ FIR પણ નોંધવામાં આવી છે. આ FIR ત્રણ સંતોને હેટમોંગર તરીકે ટ્વિટ કરવાના કેસમાં નોંધવામાં આવી છે. સીતાપુરમાં નોંધાયેલી FIRના કેસમાં સુપ્રીમ કોર્ટે 12 જુલાઈએ ઝુબેરને આગળના આદેશો સુધી વચગાળાના જામીન આપ્યા હતા. સીતાપુર ઉપરાંત યુપીમાં ઝુબેર વિરુદ્ધ બીજી FIR નોંધવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details