ગુજરાત

gujarat

ETV Bharat / bharat

મુકેશ અંબાણીના ઘર નજીક વિસ્ફોટક ભરેલી ગાડી મળી આવી - Anti-terrorism squad

મુંબઈમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના ઘર નજીક વિસ્ફોટકોથી ભરેલી ગાડી મળી આવી છે. મહારાષ્ટ્રના ગૃહ પ્રધાન અનિલ દેશમુખે કહ્યું કે, એન્ટિલિયાની બહાર પાર્ક કરેલી એક શંકાસ્પદ કારમાંથી જિલેટીન મળી આવ્યા છે. મુંબઈ પોલીસની ટીમ સ્થળ ઉપર પહોંચી તપાસ કરી રહી છે.

મુકેશ અંબાણીના ઘર નજીક વિસ્ફોટક ભરેલી ગાડી મળી આવી
મુકેશ અંબાણીના ઘર નજીક વિસ્ફોટક ભરેલી ગાડી મળી આવી

By

Published : Feb 25, 2021, 11:03 PM IST

  • ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના ઘર નજીક વિસ્ફોટકોથી ભરેલી ગાડી મળી
  • કારમાંથી જિલેટીન મળી આવ્યાં
  • ATS અને ક્રાઇમ બ્રાંચની ટીમ સ્થળ પર કરી રહી છે તપાસ

મુંબઈઃ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (આરઆઈએલ) ના ચેરમેન મુકેશ અંબાણીના નિવાસસ્થાન 'એન્ટિલિયા' નજીક વિસ્ફોટકથી ભરેલી ગાડી મળી આવી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મુંબઈ પોલીસની આતંકવાદ વિરોધી ટુકડી (એટીએસ) અને ક્રાઇમ બ્રાંચની ટીમ સ્થળ પર તપાસ કરી રહી છે.

મુકેશ અંબાણીના ઘર નજીક વિસ્ફોટક ભરેલી ગાડી મળી આવી

મુંબઈ પોલીસના અનેક ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોચ્યા

કારમાંથી જિલેટીન મળી આવ્યાં

મુંબઈ પોલીસની ટીમ કારની તપાસ કરી રહી છે. ડોગ સ્કવોડ અને બોમ્બ સ્ક્વોડ ઉપરાંત મુંબઈ પોલીસના અનેક ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોચ્યા હતા. મહારાષ્ટ્રના ગૃહ પ્રધાન અનિલ દેશમુખે જણાવ્યું કે, એન્ટિલિયાની બહાર પાર્ક કરેલી એક શંકાસ્પદ કારમાંથી જિલેટીન મળી આવ્યા છે. તેમણે કહ્યું કે મુંબઈ ક્રાઈમ બ્રાંચની ટીમ તપાસ કરી રહી છે, જે પણ સત્ય છે તે ટૂંક સમયમાં સામે આવશે.

મુકેશ અંબાણીના ઘર નજીક વિસ્ફોટક ભરેલી ગાડી મળી આવી

ABOUT THE AUTHOR

...view details