ન્યૂઝ ડેસ્કઃ કેટલા પણ પૈસા કમાઇ લો પરંતું ક્યારેક બિનજરૂરી ખર્ચ થઇ જાય છે, હંમેશા આ વાતની ફરિયાદ કેટલાય લોકોને રહે છે. શું તમે જાણો છો કે આની પાછળનું કારણ વાસ્તુ દોષ પણ હોઇ શકે છે. ઘરમાં જો વાસ્તુ દોષ છે તો આ તમારા જીવનમાં ઘણો ઉંડો પ્રભાવ પાડી શકે છે. વાસ્તુ દોષ વ્યક્તિના ભાગ્યને બગાડી પણ શકે છે અને બનાવી પણ શકે છે. વાસ્તુ દોષથી તમારે આર્થિક તંગીનો પણ સામનો કરવો પડી શકે છે. તો આવો આપણે જાણીએ એવી કેટલીક વાતો જેનું કારણ વાસ્તુ દોષ હોય છે અને તેનાથી કઇ રીતે બચી શકાય છે.
ધન મૂકવાનું સ્થાનઃ લોકો હંમેશા ધન રાખવા માટે કબાટનો ઉપયોગ કરે છે. વાસ્તુ અનુસાર, ધન રાખવાવાળું કબાટ કોઇ પણ દિશામાં રાખ્યું હોય પણ તેનું મુખ હંમેશા ઉત્તર દિશામાં જ હોવું જોઇએ. જ તેનું મુખ દક્ષિણ દિશા તરફ હોય તો વ્યક્તિને આર્થિક તંગીનો સામનો કરવો પડી શકે છે.
નળમાંથી પાણી ટપકવુંઃ વાસ્તુ અનુસાર, નળમાંથી પાણી ટપકવું અશુભ માનવામાં આવે છે. જો ઘરનો નળ ખરાબ થઇ ગયો હોય તો તેને તરત બદલાવો જોઇએ. વાસ્તુ કહે છે કે, સતત નળમાંથી પાણી ટપકતું રહેવું આર્થિક તંગીનો સંકેત છે.
પાણીની પાઇપઃ વાસ્તુ અનુસાર, જેવી રીતે ટપકતો નળ અશુભ માનવામાં આવે છે તેવી રીતે જ ઘરના દક્ષિણ કે પશ્ચિમ દિશામાં કરવામાં આવેલી પાણીની પાઇપ પરિવારને કંગાલ બનાવી શકે છે. તે માટે પાણીની પાઇપ ઉત્તર દિશા અથવા પૂર્વ દિશામાં રાખવાથી ધનમાં વૃદ્ધિ થાય છે.
બેડરૂમની દિવાલઃ વાસ્તુ શાસ્ત્ર અનુસાર, બેડરૂમમાં દરવાજાની સામેવાળી દિવાલ ઘણી મહત્વપૂર્ણ માનવામાં આવે છે. તેથી આ દિવાલમાં તિરાડ પડવાથી ભાગ્ય અને સંપત્તિ સંબંધિત મૂશ્કેલીઓ આવી શકે છે.