ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Vastu Shashtra Tips: ઘરમાં સુખ-શાંતિ કાયમ રાખવી હોય તો બેડરૂમમાં ન કરતા આ મોટી ભૂલ - Vastu Shashtra Tips terro

દરેક વ્યક્તિ એવું ઈચ્છતી હોય કે એમના ઘરમાં કાયમી ધોરણે લક્ષ્મીકૃપા રહે. પણ ઘણી વખત શ્યામલક્ષ્મીની કઠોર કૃપાને કારણે જીવન અસ્તવ્યસ્ત થઈ જાય છે. દિશા વિહિન કામ થઈ રહ્યું હોય એવું લાગે છે. ઘરમાં પણ ક્લેશ અને વિકાર જન્મે છે. આવું ન થાય એ માટે વાસ્તુ શાસ્ત્ર અનુસાર બેડરૂમમાં થતી કેટલીક ભૂલ ક્યારેય ન કરવી જોઈએ. દિવસની શરૂઆત બેડરૂમથી થતી હોય છે. એને પ્રાથમિકતા આપીને કેટલાક કામ કોઈ દિવસ ન કરવા જોઈએ.

Vastu Shashtra Tips: ઘરમાં સુખ-શાંતિ કાયમ રાખવી હોય તો બેડરૂમમાં ન કરતા આ મોટી ભૂલ
Vastu Shashtra Tips: ઘરમાં સુખ-શાંતિ કાયમ રાખવી હોય તો બેડરૂમમાં ન કરતા આ મોટી ભૂલ

By

Published : Jul 15, 2023, 6:47 AM IST

Updated : Jul 15, 2023, 7:05 AM IST

મુંબઈઃવાસ્તુશાસ્ત્ર અનુસાર રસોડાની સામે ક્યારેય બાથરૂમ ન બનાવવું જોઈએ. રસોડું-બાથરૂમ સામસામે રહેવાથી મોટી વાસ્તુદોષ સર્જાય છે અને ઘરના લોકોને પૈસાની ખોટ પડે છે. વિજ્ઞાનના દ્રષ્ટિકોણથી જોઈએ તો ઘણી વખત એર સરક્યુલેશન ન હોય તો પણ મુશ્કેલીઓ ઊભી થઈ શકે છે.

Vastu Shashtra Tips: રસોડું બને ત્યા સુધી ચોખ્ખુ રાખો, વસ્તુઓ આડીઅવળી મૂકવાથી ખરાબ લાગે

મંદિર ક્યાંઃ વાસ્તુશાસ્ત્ર અનુસાર રસોડામાં મંદિર ન બનાવવું જોઈએ. રસોડામાં તામસિક ભોજન રાંધવા અને ત્યાં મંદિર રાખવાથી મા લક્ષ્મી નારાજ થાય છે. તામસિક અને શાંત ભોજનની વ્યાખ્યામાં ક્યા ક્યા વ્યજંનોનો સમાવેશ થાય એનું જ્ઞાન મોટાભાગના કોઈ લોકોને હોતું નથી. તેથી આ ભૂલથી બચવા માટે રસોડામાં મંદિર બનાવવું જ ન જોઈએ. એટલું જ નહીં કોઈ મૂર્તિ હોય તો પણ દૂર કરી દેવી જોઈએ.

રસોડામાં વાસણઃ રસોડામાં એઠાં વાસણો મૂકીને સૂઈ જવાથી માતા અન્નપૂર્ણા નારાજ થઈ જાય છે. તેથી, સૂતા પહેલા, રસોડું સાફ કરો અને ગંદા વાસણો સાફ કરો. જો કોઈ કારણોસર તમે રાત્રે વાસણ ધોઈ શકતા નથી, તો પછી વાસણમાં પાણી નાખી દો. ઘણી વખત વાસણમાં વધારે પડતા ડાઘ અને મસાલાના પડ જામી ગયા હોય તો એ વાસણમાં પાણી નાંખીને ચોકડીમાં મૂકી દો અથવા કોઈ બાલ્કનીમાં મૂકી દો. એનાથી નકારાત્મકતા રસોડામાં નહીં આવે.

Vastu Shashtra Tips: બેડ પર બેસીને ક્યારેક ખાવું ન જોઈએ

પથારી પર બેસીનેઃ ઘણીવાર લોકો બેડરૂમનો ઉપયોગ ડાઇનિંગ રૂમ તરીકે કરે છે. મતલબ કે લોકો ઘણીવાર પથારી પર બેસીને ખાય છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર, પથારી પર બેસીને ખાવાની આદત ખોટી છે. આવું કરવાથી માતા લક્ષ્મી ગુસ્સે થાય છે. આ સિવાય ગંદા પલંગ પર સૂવાથી રાત્રે ખરાબ સપના આવે છે અને ધનની હાનિ પણ થાય છે.

ગરીબી આવશેઃ કેટલીકવાર, ચા અથવા કોફીનો કપ બેડસાઇડ ટેબલ પર, પલંગની નજીક મૂકીએ છીએ. તમારા પલંગ અથવા રૂમમાં પાણીથી ધોયા વગરના કોઈ ફ્રુટ કે વાનગીઓ ન રાખો. નહિંતર, તે ગરીબી તરફ દોરી શકે છે. સામાન્ય રીતે ઘરમાં નકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. કારણ કે, બેડ પર બેસીને ખાવાથી એ એઠ સમાન ગણાય છે.

Vastu Shashtra Tips: રસોડામાં ક્યારેય એઠા વાસણ ન મૂકવા જોઈએ

આવું ન કરોઃવાસ્તુશાસ્ત્ર અનુસાર ઓશિકા નીચે અખબાર કે પુસ્તકો સંબંધિત કોઈ પણ વસ્તુ ન રાખો. આવી વસ્તુઓને માથાની નીચે રાખવાથી જીવનમાં નકારાત્મક ઉર્જાનો પ્રભાવ વધે છે. આવા લોકો જીવનમાં ક્યારેય પ્રગતિ કરી શકતા નથી.

  1. Shravan 2023: 19 વર્ષ બાદ ફરી અધિક શ્રાવણ માસનો સંયોગ, જાણો કોની પૂજા કરવાથી થાય છે મનવાંચ્છિત ફળની પ્રાપ્તિ
  2. Love Horoscope: આજે આ રાશિના લોકોના જીવનમાં કોઈ નવો મિત્ર આવી શકે છે
Last Updated : Jul 15, 2023, 7:05 AM IST

ABOUT THE AUTHOR

...view details