ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Vastu tips: બાળકોને અભ્યાસમાં અવ્વલ જોવા માગો છો, તો ઘરના આ ખૂણામાં બનાવો સ્ટડી રૂમ

જો બાળકો અગ્નિકોણમાં મર્યાદિત કલાક માટે બેસે, તો તેમને વધારાની ઉર્જા મળે છે અને તેઓ વધુ સારા પરિણામો લાવી શકે છે. જે બાળકો અનિદ્રાથી પીડાય છે, તેઓએ અગ્નિ કોણમાં સૂવાના બદલે દક્ષિણ-મધ્ય દિશામાં સૂવું જોઈએ.

બાળકોને અભ્યાસમાં અવ્વલ જોવા માગો છો, તો ઘરના આ ખૂણામાં બનાવો સ્ટડી રૂમ
બાળકોને અભ્યાસમાં અવ્વલ જોવા માગો છો, તો ઘરના આ ખૂણામાં બનાવો સ્ટડી રૂમ

By

Published : Jun 14, 2021, 6:45 AM IST

Updated : Jun 14, 2021, 12:14 PM IST

હૈદરાબાદ: ઘણા બાળકો ખૂબ હોશિયાર હોય છે પણ તેમને ભણવાનું મન થતું નથી. કેટલાક બાળકો ભણવા માગે છે, પરંતુ જ્યારે અધ્યયનનું સ્થાન અનુકૂળ નથી હોતું, ત્યારે તેમનું મન લાગતું નથી અને તેઓ વધારે સમય અભ્યાસ માટે બેસી શકતા નથી. કેટલાકના પરીક્ષાના પરિણામો તેમની પ્રતિભા અનુસાર નથી આવતા. આ બધાનું સમાધાન વાસ્તુ શાસ્ત્ર દ્વારા કરી શકાય છે.

મકાનની પશ્ચિમ દિશાના મધ્યથી દક્ષિણ તરફ જતા જે સ્થાન આવે છે, તે અભ્યાસ માટે શ્રેષ્ઠ હોય છે, તેથી મકાનના વાસ્તુ યોજનામાં આ સ્થાનને બાળકોના બેડરૂમ તરીકે વિકસિત કરવું જોઈએ. જો બાળકોનો બેડરૂમ પશ્ચિમ દિશામાં હોય, તો તેઓ દક્ષિણ દિશામાં માથું અને ઉત્તર દિશામાં પગ કરીને સૂઈ જાય છે, તો સારા પરિણામ લાવી શકાય છે.

શાસ્ત્રીય આધારો પર એ બાળકો જે તકનીકી શિક્ષણ લઈ રહ્યાં છે, તેમના માટે દક્ષિણ-પૂર્વ અથવા અગ્નિકોણમાં વિદ્યાભ્યાસ શુભ પરિણામ લાવે છે.

અગ્નિકોણમાં જો બાળકો મર્યાદિત ક્લાક માટે બેસે, તો તેમને વધારાની ઉર્જા મળે છે અને તેઓ વધુ સારા પરિણામો લાવી શકે છે. જે બાળકો અનિદ્રાથી પીડાય છે, તેઓએ અગ્નિ કોણમાં સૂવાના બદલે દક્ષિણ-મધ્ય દિશામાં સૂવું જોઈએ.

દક્ષિણ-મધ્ય દિશા ઘરના માલિક માટે વિસ્તૃત હોવાનું માનવામાં આવે છે, પરંતુ અનિદ્રા અથવા અભ્યાસમાં રસ ન હોવાના કિસ્સામાં વિદ્યાર્થીએ દક્ષિણ દિશાનો ઉપયોગ મર્યાદિત અવધિ માટે કરવો જોઈએ. ધ્યાનમાં રાખો કે દક્ષિણ દિશામાં માથુ કરીને જ સૂવું જોઈએ.

વિદ્યાર્થીઓ માટે પૂર્વમાં માથું રાખીને સુવુ સારુ તો રહે છે, પરંતુ ઉચ્ચ તકનીકી તાલીમ લેનારા વિદ્યાર્થીઓ માટે દક્ષિણમાં માથુ અને ઉત્તર દિશામાં પગ રાખી સૂવું વધુ ફાયદાકારક જોવા મળ્યુ છે.

વાસ્તુ અનુસાર અભ્યાસ ખંડ

જે વિદ્યાર્થીઓનો અભ્યાસ ખંડ વાયવ્ય ખૂણામાં હોય છે, તેમના મનમાં ઉચ્ચાટની પ્રવૃત્તિ થાય છે. તેનું મન ભણવામાં ઓછું અને મિત્રોમાં વધુ લાગે છે. ઉત્તર દિશા તરફ મો કરીને વાંચવું શ્રેષ્ઠ માનવામાં આવે છે.

માતા-પિતાને એવું જોઇએ કે કોઇ એવી દીવાલ જેમાં બારી હોય, ત્યાં બાળકને એક ટેબલ-ખુરશી મૂકી આપે. બાળકે જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી ઉત્તરમાં નહીં તો પૂર્વ દિશા તરફ મો કરીને બેસવું જોઈએ. ઉચ્ચ શિક્ષણ મેળવતા બાળકોની એકાગ્રતા ભંગ થવાની સ્થિતિમાં તેમને પોકેટ ટ્રાંઝિસ્ટર આપવાનો અનુભવ સારો મળ્યો છે.

બ્રહ્મ સ્થાનમાં અભ્યાસ કરવો અને સૂવું પ્રતિબંધિત છે. ઉત્તર દિશા અથવા ઇશાન કોણમાં, ઉત્તર દિશામાં મો રાખીને અભ્યાસ કરવો સારો છે, પરંતું પરીક્ષાના એક અઠવાડિયા પહેલા અગ્નકોણ અથવા દક્ષિણમાં સ્થાપિત થવાથી લાભ મળે છે. અગ્નિકોનમાં સૂવું યોગ્ય નથી. ત્રણ-ચાર કલાક ફક્ત અભ્યાસ માટે વિતાવી શકાય છે.

અગ્નિકોણમાં ઇન્સ્ટ્રુમેન્ટ્સ સાથે અભ્યાસ કરવો યોગ્ય છે. સલાહકાર બનવા માટે કરવાના અભ્યાસને પણ અગ્નિકોણમાં પણ વિસ્તૃત માનવામાં આવે છે. અન્ય તમામ બાબતોમાં, પશ્ચિમ દિશા શ્રેષ્ઠ છે.

Last Updated : Jun 14, 2021, 12:14 PM IST

ABOUT THE AUTHOR

...view details