ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ડાક વિભાગની પહેલ, હવે સ્પીડ પોસ્ટથી ગંગામાં અસ્થિઓનું કરી શકાશે - ઓમ દિવ્ય દર્શન સંસ્થા

ડાક વિભાગે હવે એક નવી પહેલ કરી છે. હવેથી સ્પીડ પોસ્ટના માધ્યમથી ગંગા નદીમાં અસ્થિઓનું વિસર્જન કરી શકાશે. આ સુવિધા પ્રાપ્ત કરવા માટે વ્યક્તિને ઓમ દિવ્ય દર્શન સંસ્થાના પોર્ટલ htpp://omdivysdarshan.org પર પોતાનું રજિસ્ટ્રેશન કરાવવું પડશે. રજિસ્ટ્રેશન બાદ વ્યક્તિ દ્વારા ડાકઘરના માધ્યમથી અસ્થિઓનું પેકેટ સ્પીડ પોસ્ટથી વારાણસી, પ્રયાગરાજ, હરિદ્વાર અને ગયા મોકલી શકાશે.

ડાક વિભાગની પહેલ, હવે સ્પીડ પોસ્ટથી ગંગામાં અસ્થિઓનું કરી શકાશે
ડાક વિભાગની પહેલ, હવે સ્પીડ પોસ્ટથી ગંગામાં અસ્થિઓનું કરી શકાશે

By

Published : Jun 7, 2021, 2:29 PM IST

  • હવે સ્પીડ પોસ્ટથી અસ્થિઓનું ગંગામાં વિસર્જન થઈ શકશે
  • ગંગા નદી સુધી ન જઈ શકનારા લોકો માટ ડાક વિભાગની નવી પહેલ
  • ડાક ઘરના માધ્યમથી અસ્થિઓનું પેકેટ વારાણસી, ગયા, હરિદ્વાર મોકલી શકાશે

ચંદીગઢ/વારાણસીઃ હિન્દુ ધર્મમાં પવિત્ર ગંગા નદીમાં અસ્થિ વિસર્જનની પરંપરા છે. લોકો વારાણસી, પ્રયાગરાજ, હરિદ્વારા અને ગયામાં અસ્થિ વિસર્જન અને શ્રાદ્ધ કર્મકાંડ પર મૃતાત્માઓને શાંતિ અપાવે છે. કોરોના મહામારીના આ કાળમાં હવે ડાક વિભાગે ઓમ દિવ્ય દર્શન નામની સામાજિક-ધાર્મિક સંસ્થાથી મળીને એક પહેલ કરી છે. આ અંતર્ગત હવે અસ્થિઓ ડાકઘરોથી સ્પીડ પોસ્ટના માધ્યમથી આ જગ્યાઓ પર મોકલી શકાશે, જેની વિધિવત કર્મકાંડ ઓમ દિવ્ય દર્શન દ્વારા સંપન્ન કરવામાં આવશે.

આ પણ વાંચો-સુરત રિટાયર પોસ્ટ માસ્ટરનો પુત્ર બન્યો આર્મી લેફ્ટનન્ટ ઓફિસર

સ્પીડ પોસ્ટનો ખર્ચ મોકલનારા વ્યક્તિએ ભોગવવો પડશે

વારાણસી પરિક્ષેત્રના પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું હતું કે, આ સુવિધા પ્રાપ્ત કરનારા વ્યક્તિએ ઓમ દિવ્ય દર્શન સંસ્થાના પોર્ટલ પર જઈને રજિસ્ટ્રેશન કરાવવું પડશે. ત્યારબાદ તે વ્યક્તિ દ્વારા ડાકઘરના માધ્યમથી અસ્થિઓને પેકેટ સ્પીડ પોસ્ટથી વારાણસી, પ્રયાગરાજ, હરિદ્વાર અને ગયા મોકલવામાં આવશે. અસ્થિ પેકેટને સારી રીતે પેક કરીને તેના પર મોટા અક્ષરોમાં 'ઓમ દિવ્ય દર્શન' અંકિત કરવું પડશે, જેથી તેને અલગ રીતે ઓળખી શકાય. પેકેટ પર મોકલનારાઓ પોતાનું સંપૂર્ણ નામ, સરનામું, મોબાઈલ નંબર લખશે. સ્પીડ પોસ્ટનો ચાર્જ મોકલનારા દ્વારા ભરવામાં આવશે. સ્પીડ પોસ્ટ બુક કર્યા પછી મોકલનારા વ્યક્તિએ ઓમ દિવ્ય દર્શન સંસ્થાના પોર્ટલ પર સ્પીડ પોસ્ટ બાર કોડ નંબર સહિત બુકિંગ ડિટેલ્સ અપડેટ કરવી પડશે.

આ પણ વાંચો-વડોદરામાં કોરોનામાં મૃત્યુ પામેલા લોકોના અસ્થિ હરિદ્વારમાં કરાયા વિસર્જન

મૃતકના પરિવારો વેબકાસ્ટ પર અસ્થિ વિસર્જન જોઈ શકશે

પોસ્ટ માસ્ટરે જણાવ્યું હતું કે, પેકેટ પ્રાપ્ત થયા બાદ તેને ઓમ દિવ્ય દર્શનના સરનામા પર પહોંચાડવામાં આવશે. ત્યારબાદ ઓમ દિવ્ય દર્શન સંસ્થા પંડિતોના માધ્યમથી તેનું વિધિવત અસ્થિ વિસર્જ અને શ્રાદ્ધ સંસ્કાર પૂર્વ નિર્ધારિત સમય અનુસાર કરશે. તેને વેબકાસ્ટ માધ્યમથી મૃતકના પરિવારો પણ જોઈ શકશે. તમામ સંસ્કારો પછી સંસ્થા દ્વારા મૃતકના પરિવારને ડાક ઘર દ્વારા એક બોટલ ગંગા જળ પણ મોકલવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details