વારાણસી:જ્ઞાનવાપી મસ્જિદ-શ્રૃંગાર ગૌરી કેસમાં વારાણસી કોર્ટે મહત્વનો ચુકાદો (gyanvapi masjid verdict ) આપતાં હિન્દુ પક્ષની દલીલ સ્વીકારી લીધી છે. જિલ્લા ન્યાયાધીશ અજય કૃષ્ણ વિશ્વેશે શ્રૃંગાર ગૌરી મંદિરમાં પૂજાની પરવાનગી માંગતી અરજીને સુનાવણી (varanasi gyanvapi mosque case) માટે યોગ્ય ગણાવી છે. આ મામલામાં આગામી સુનાવણી હવે 22 સપ્ટેમ્બરે થશે. કોર્ટના આ નિર્ણયથી હિન્દુ પક્ષ ઘણો ખુશ છે.
આજે અમે ઈતિહાસ રચ્યો છે, નિર્ણય બાદ અરજદાર રેખા પાઠકે કહ્યું... - section 144 gyanvapi verdict
જ્ઞાનવાપી મસ્જિદ સંકુલમાં શૃંગાર ગૌરી પૂજા માટેની અરજી સ્વીકારવામાં આવી (gyanvapi masjid verdict) છે. આને હિન્દુ પક્ષની મોટી જીત માનવામાં આવી રહી છે. વારાણસી જિલ્લા અદાલતે મુસ્લિમ પક્ષકારોની અરજી ફગાવી દીધી હતી. જિલ્લા ન્યાયાધીશ અજય કૃષ્ણ વિશ્વેશે શ્રૃંગાર ગૌરી મંદિરમાં પૂજાની પરવાનગી માંગતી અરજીને સુનાવણી માટે યોગ્ય ગણાવી છે.
આ એક મોટી જીત છે:વારાણસી કોર્ટના ચુકાદા બાદ વકીલ હરિશંકર જૈને કહ્યું કે, આ એક મોટી જીત છે, ભવ્ય મંદિરના નિર્માણ માટે રસ્તો સાફ થઈ ગયો છે, આજની જેમ આગળની લડાઈ પણ આપણે જીતીશું. બીજી તરફ અરજદાર રેખા પાઠકે કહ્યું કે, આજે અમે ઈતિહાસ રચ્યો છે. આ નિર્ણયથી વારાણસીમાં દરેક જગ્યાએ હર હર મહાદેવનો ગુંજ સંભળાશે.
આગામી સુનાવણી: અરજીકર્તા સોહન લાલ આર્યએ કહ્યું, 'આ હિન્દુ સમુદાયની જીત છે, આગામી સુનાવણી 22 સપ્ટેમ્બરે છે, આજે જ્ઞાનવાપી મંદિરના શિલાન્યાસનો દિવસ છે, અમે લોકોને શાંતિ જાળવવાની અપીલ કરીએ છીએ. ' જ્યારે વકીલ વિષ્ણુ શંકર જૈને કહ્યું કે, કોર્ટે અમારી દલીલ સ્વીકારી છે, મુસ્લિમ પક્ષની અરજી ફગાવી દીધી છે.