વારાણસીઃ ગુરુવારે જિલ્લા કોર્ટે ASIને જ્ઞાનવાપી મસ્જિદ પરિસરના સર્વે માટે 4 અઠવાડિયાની મુદત આપી છે. ASI દ્વારા આ મુદત માટે કોર્ટમાં એક પ્રાર્થનાપત્ર રજૂ કરવામાં આવ્યો હતો. કોર્ટે મૌખિક રીતે આ પ્રાર્થનાપત્રનો સ્વીકાર કરી લીધો છે અને ASIને મંજૂરી આપી છે. આ નિર્ણયનો મુસ્લિમ પક્ષે વિરોધ કર્યો છે. મુસ્લિમ પક્ષે વાંરવાર સમયની માંગણીને ગેરવાજબી ઠેરવી છે. મુસ્લિમ પક્ષે કંડિશન કરીને માત્ર એકવાર સમય આપવા માટે જણાવ્યું છે. વ્યાસ ભોંયરુ ડીએમ હસ્તક કરવા મામલે આજે નિર્ણય થઈ શકે તેમ છે. જ્યારે રાખી સિંહને મુખ્ય વોર્ડ પર સુનાવણી માટે કોર્ટે 12 ઓક્ટોબર સુધીનો સમય આપ્યો છે.
Gyanvapi Case Updates: ASIને સર્વે માટે વધુ ચાર અઠવાડિયાની મુદત અપાઈ - વજુખાનાનો સર્વે
વારાણસીમાં જ્ઞાનવાપી વિવાદમાં જિલ્લા કોર્ટમાં અનેક કેસ ચાલી રહ્યા છે. આજે જિલ્લા ન્યાયાધીશે 3 કેસમાં સુનાવણી કરી છે. જે પૈકી એક સુનાવણી ASI પ્રાર્થનાપત્ર પર થઈ છે. વાંચો સમગ્ર ઘટનાક્રમ.
Published : Oct 5, 2023, 6:36 PM IST
ASIને સર્વે માટે સમય અપાયોઃ આજે જિલ્લા ન્યાયાધીશ અજય કૃષ્ણ વિશ્વેસની કોર્ટમાં 3 કેસ પર સુનાવણી થઈ. જેમાં પહેલો કેસ ASI દ્વારા આપેલા પ્રાર્થનાપત્રનો હતો. આ પત્રમાં જ્ઞાનવાપી મસ્જિદ સર્વે માટે 4 અઠવાડિયાનો સમય વધારવાની માંગણી કરાઈ હતી. અગાઉ ASI દ્વારા 8 અઠવાડિયાની મુદત મંગાઈ હતી. જેના પર કોર્ટે માત્ર 4 અઠવાડિયાનો સમય આપી 6 ઓક્ટોબરના રોજ રિપોર્ટ રજૂ કરવા જણાવ્યું હતું. આજે કોર્ટે ASIને સર્વે માટે વધુ 4 અઠવાડિયાનો સમય આપ્યો છે. ASI દ્વારા વરસાદને પરિણામે સર્વેમાં વિલંબ થયો હોવાનું જણાવાયું હતું. જોકે મુસ્લિમ પક્ષે આ મુદત અપાયાનો જોરદાર વિરોધ કર્યો હતો.
વજુખાનાના સર્વે મુદ્દે 12મી ઓક્ટોબરે સુનાવણીઃ કોર્ટે વ્યાસજી ભોંયરુ ડીએમને સોંપવા માટેની સુનાવણી પૂરી કરી લીધી છે. આજે મોડી સાંજ સુધીમાં આ મુદ્દે નિર્ણય આવી શકે તેમ છે. આ ઉપરાંત રાખી સિંહ તરફથી વજુખાનાના સર્વેની તપાસ માટે કોર્ટે આજે સુનાવણી કરી હતી. આ મુદ્દે મુસ્લિમ પક્ષે પોતાનો વિરોધ દર્શાવ્યો અને કહ્યું કે વજુખાનાને સુપ્રીમ કોર્ટના આદેશ વિના સર્વેની યાદીમાં લાવી શકાય નહીં. હવે પ્રતિવાદી પક્ષ આ મામલે કાઉન્ટર દાખલ કરશે. કોર્ટે આ મુદ્દે આગામી સુનાવણી 12 ઓક્ટોબરના રોજ નિર્ધારિત કરી છે.