ગુજરાત

gujarat

ETV Bharat / bharat

વંદે ભારત ટ્રેને પકડી ચિત્તાની ઝડપ, ટ્રાયલ રનમાં જ તમામ રેકોર્ડ તોડી નાખ્યા - Vande Bharat train speed

ભારતમાં સંપૂર્ણ રીતે બનેલી વંદે ભારત ટ્રેને ટ્રાયલ રનમાં 180 કિમી પ્રતિ કલાકની ઝડપને સ્પર્શી હતી. વંદે ભારત ટ્રેન એક સ્વ-સંચાલિત એન્જિન ટ્રેન છે એટલે કે તેમાં અલગ એન્જિન નથી. Vande Bharat Train, Vande Bharat is a semi high speed train

વંદે ભારત ટ્રેને પકડી ચિત્તાની ચાલ, ટ્રાયલ રનમાં જ 180 કિમી પ્રતિ કલાકથી તોડ્યો રેકોર્ડ
વંદે ભારત ટ્રેને પકડી ચિત્તાની ચાલ, ટ્રાયલ રનમાં જ 180 કિમી પ્રતિ કલાકથી તોડ્યો રેકોર્ડ

By

Published : Aug 27, 2022, 12:13 PM IST

જબલપુર:ભારતની વંદે ભારત એક્સપ્રેસ ટ્રેને (Vande Bharat Train) શુક્રવારે ટ્રાયલ રન દરમિયાન 180 કિમી પ્રતિ કલાકની સ્પીડ લિમિટ નક્કી કરી છે. કેન્દ્રીય રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે ટ્વિટર પર લખ્યું, 'વંદે ભારત 2 સ્પીડ ટ્રાયલ રન શરૂ, કોટા નાગદા સેક્શન 120/130/150 અને 180 kmphની રફ્તાર પકડી. વંદે ભારત ટ્રેનની પ્રાથમિક તપાસ દરમિયાન વોશિંગ પીટમાં ધોવા અને સફાઈ કરવામાં આવી હતી.

આ પણ વાંચોચીફ જસ્ટિસ NV રમન્ના નિવૃત્ત થતા પહેલાં આ 5 કેસ પર આપશે ચૂકાદો

પેનલની કરવામાં આવી તપાસ આ ઉપરાંત ટ્રેનના તમામ પ્રકારના સાધનો અને પેનલની પણ તપાસ કરવામાં આવી હતી. વંદે ભારત સ્પીડ ટ્રાયલ કોટા-નાગદા રેલ્વે સેક્શન પર વિવિધ સ્પીડ લેવલ પર હાથ ધરવામાં આવી હતી. RDSO (Research, Design and Standards Organization)ની ટીમે નવી ડિઝાઇન કરેલી વંદે ભારત ટ્રેન સેટ સાથે મહત્તમ 180 કિમી પ્રતિ કલાકની ઝડપે ટ્રેન સેટના 16-કોચના પ્રોટોટાઇપ રેકનું વિગતવાર પરિક્ષણ ટેસ્ટ હાથ ધર્યું છે.

આ પણ વાંચોમૃત્યુના 15 દિવસ પહેલા જ સુધીર સાંગવાનના ઈરાદાને જાણી ગઈ હતી સોનાલી ફોગાટ

સ્વ-સંચાલિત એન્જિન ટ્રેન કોટા ડિવિઝનમાં વિવિધ તબક્કાના ટ્રાયલ હાથ ધરવામાં આવ્યા હતા. પ્રથમ તબક્કાની ટ્રાયલ કોટા અને ઘાટ પર છે, બીજો બરના અને ઘાટ પર છે, ત્રીજો ટ્રાયલ કુર્લાસી અને રામગંજ મંડી વચ્ચે ડાઉન લાઇન પર છે, ચોથો અને પાંચમો ટ્રાયલ કુર્લાસી અને રામગંજ મંડી વચ્ચે ડાઉન લાઇન પર છે અને છઠ્ઠી ટ્રાયલ કુર્લાસી અને રામગંજ મંડી વચ્ચે છે અને લબાન વચ્ચે ડાઉન લાઇન પર કરવામાં આવી છે. આ દરમિયાન ઘણી જગ્યાએ સ્પીડ 180 કિમી પ્રતિ કલાકને સ્પર્શી ગઈ હતી. વંદે ભારત ટ્રેન (Vande Bharat Train) સંપૂર્ણપણે ભારતમાં ઉત્પાદિત છે. તે સેમી હાઈ સ્પીડ ટ્રેન (Vande Bharat is a semi high speed train) છે. વંદે ભારત ટ્રેન એક સ્વ-સંચાલિત એન્જિન ટ્રેન છે એટલે કે તેમાં અલગ એન્જિન નથી. તેમાં ઓટોમેટિક દરવાજા અને એર-કન્ડિશન્ડ ચેર કાર કોચ અને રિવોલ્વિંગ ચેર છે, જે 180 ડિગ્રી સુધી ફેરવી શકે છે.

ABOUT THE AUTHOR

...view details