- આજે (20 ઓક્ટોબર) મહર્ષિ વાલ્મીકિની જયંતીની ઉજવણી
- વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટર પર દેશવાસીઓને જયંતીની શુભેચ્છા આપી
- વડાપ્રધાને મન કી બાતનો એક વીડિયો પણ શેર કર્યો
નવી દિલ્હીઃ મહત્ત્વપૂર્ણ ધર્મગ્રંથ રામાયણના રચયિતા મહર્ષિ વાલ્મીકિ જંયતી આજે (20 ઓક્ટોબરે) ઉજવવામાં આવી રહી છે. વાલ્મીકિનો જન્મ હિન્દુ પૌરાણિક કથાઓ અનુસાર, અશ્વિન મહિનાની પૂનમે થયો હતો. દર વર્ષે અશ્વિન મહિનાની પૂનમ દરમિયાન દેશના વિવિધ ભાગોમાં અનેક ધાર્મિક અને સામાજિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. પૂનમની તિથિ માટે પૂજાનો સમય 19 ઓક્ટોબરે સાંજે 7.03 વાગ્યે શરૂ થશે અને 20 ઓક્ટોબરે રાત્રે 8.26 વાગ્યે સમાપ્ત થશે.
આ પણ વાંચો-Happy Birthday Missile Man: ભારતના મિસાઈલ અને પરમાણુ હથિયાર કાર્યક્રમને અભેદ બનાવનારા ડો. કલામને સલામ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) કર્યું નમન
આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) મહર્ષિ વાલ્મીકિને નમન કરતા ટ્વિટ કર્યું હતું. તેમણે લખ્યું હતું કે, વાલ્મીકિ જયંતીના વિશેષ અવસર પર હું મહર્ષિ વાલ્મીકિને નમન કરું છું. અમે પોતાના સમૃદ્ધ ભૂતકાળ અને ગૌરવશાળી સંસ્કૃતિનો સંગ્રહ કરવામાં તેમના મહત્ત્વપૂર્ણ યોગદાનને યાદ કરીએ છીએ. સામાજિક સશક્તિકરણ પર તેમનો ભાર અમને પ્રેરણા આપતો રહે છે.
આ પણ વાંચો-આજે વામન જયંતી, જાણો પૂજાની વિધિ
મહર્ષિ વાલ્મીકિના જન્મ અંગે અનેક દંતકથાઓ
મહર્ષિ વાલ્મીકિના જન્મ અંગે અનેક દંતકથાઓ છે, જે અંગે કહેવામાં આવે છે કે, તેમનો જન્મ મહર્ષિ કશ્યપ અને દેવી અદિતિના 9મા પુત્ર વરુણ અને તેમના પત્ની ચારશિનીથી થયો હતો. આ ક્ષેત્રમાં પહેલો શ્લોક લખવાનો શ્રેય મહર્ષિ વાલ્મીકિને પણ જાય છે.
એક અન્ય કથા અનુસાર, પ્રચેતા નામના એક બ્રાહ્મણના પુત્ર, તેમનો જન્મ રત્નાકાર તરીકે થયો હતો, જે ક્યારેક લૂંટારુ હતો. નારદ મુનીને મળતા પહેલા તેમણે અનેક નિર્દોષ લોકોને મારી નાખ્યા અને લૂંટી લીધા હતા, જેમણે તેમને એક સારા વ્યક્તિ અને ભગવાન રામના ભક્તમાં બદલી કાઢ્યા હતા. વર્ષોના ધ્યાન અભઅયાસ પછી એટલા શાંત થઈ ગયા કે, કીડિઓએ તેમની ચારે તરફ ટેકરી બનાવી લીધી હતી. પરિણામરૂપે તેમને વાલ્મીકિની ઉપાધી આપવામાં આવી, જેનો અનુવાદ 'એક કીડિના ટેકરામાંથી પેદા થયેલો' છે.
રામાયણને આપ્યો જન્મ
વાલ્મીકિએ નારદ મુનીથી ભગવાન રામની કથા શીખી અને તેમની દેખરેખમાં તેમણે કાવ્ય પંક્તિઓમાં ભગવાન રામની વાર્તા લખી હતી, જેમણે મહાકાવ્ય રામાયણને જન્મ આપ્યો. રામાયણમાં ઉત્તર કાંડ સહિત 24,000 શ્લોક અને 7 કાંડ છે. રામાયણ લગભગ 4,80,002 શબ્દ લાંબી છે, જે એક અન્ય હિન્દુ મહાકાવ્ય, મહાભારતના સંપૂર્ણ પાઠની લંબાઈનો એક ચતુર્થાંશ કે એક જૂનું ગ્રીક મહાકાવ્ય એલિયડની લંબાઈના લગભગ ચાર ગણા છે. વાલ્મીકિ જયંતી પર વાલ્મીકિ સંપ્રદાયના સભ્યો શોભાયાત્રા કે પરેડ યોજે છે, જેમાં તેઓ ભજન ગાય છે.
ક્યારે ઉજવવામાં આવે છે વાલ્મીકિ જયંતી?
વાલ્મીકિ જયંતી અશ્વિન મહિનાની પૂનમના દિવસે ઉજવવામાં આવે છે. વાલ્મીકિ જયંતી, જેને પરગટ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. 20 ઓક્ટોબર 2021એ આની ઉજવણી કરવામાં આવશે.