- જમ્મુ-કાશ્મીરના (Jammu-Kashmir) કટારામાં આવેલા વૈષ્ણોદેવી માતાના મંદિરને (Vaishnodevi Temple) કરાયો શણગાર
- નવરાત્રિની પૂર્વ સંધ્યાએ મંદિરને રંગબેરંગી લાઈટથી શણગારવામાં આવ્યું
- માતા વૈષ્ણોદેવીનું મંદિર (Vaishnodevi Temple) રંગબેરંગી લાઈટોથી ઝગમગી ઉઠ્યું
ન્યૂઝ ડેસ્કઃ આજથી નવરાત્રિનો પ્રારંભ થઈ રહ્યો છે. તેવામાં દેશભરના મંદિરોને ભવ્ય રીતે શણગારવામાં આવ્યા છે. દેશભરના તમામ શક્તિપીઠોમાં આજથી 9 દિવસ સુધી દરરોજ ભક્તોની અવરજવર રહેશે. જોકે, કોરોનાના કારણે મંદિરોમાં વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.
આ પણ વાંચો-કર્ણાટકમાં વિશ્વ પ્રસિદ્ધ 9 દિવસીય મૈસુર દશેરા મહોત્સવનો આજથી પ્રારંભ
મંદિરમાં નવરાત્રિની પૂર્વ સંધ્યાએ જોવા મળ્યો અદભૂત નજારો
જમ્મુ-કાશ્મીરના કટરામાં આવેલા માતા વૈષ્ણોદેવી મંદિરમાં (Vaishnodevi Temple) પણ અમાસની સાંજે એટલે કે નવરાત્રિની પૂર્વ સંધ્યાએ ભવ્ય નજારો જોવા મળ્યો હતો. માતા વૈષ્ણો દેવી મંદિર રંગબેરંગી લાઈટોથી ઝગમગી ઉઠ્યું હતું.
આ પણ વાંચો-નવદુર્ગાના પ્રથમ સ્વરૂપ એવા હિમાલયની દીકરી શૈલપુત્રીના મહિમાં વિશે જાણો
મંદિરના સાઈન બોર્ડે સોશિયલ મીડિયા પર મંદિરનો ફોટો કર્યો શેર
જોકે, અમાસના આગામી દિવસે પ્રતિપદાથી જ શારદીય નવરાત્રિની શરૂઆત થાય છે. શારદીય નવરાત્રિની દુર્ગા પૂજામાં મહાલયાનું વિશેષ સ્થાન હોય છે. મહાલયાના દિવસે જ દુર્ગા પૂજાની શરૂઆત થાય છે. તેવામાં નવરાત્રિની પૂર્વ સંધ્યાએ જમ્મુ-કાશ્મીરમાં વૈષ્ણોદેવી માતાના મંદિરના શ્રી સાઈન બોર્ડ તરફથી સોશિયલ મીડિયા પર ખૂબ જ સુંદર ફોટો શેર કરવામાં આવ્યો છે, જેમાં તમે જોઈ શકો છો કે, માતા વૈષ્ણોદેવીનું મંદિર રંગબેરંગી લાઈટથી સજાવેલું છે અને આજુબાજુ રોશનીનો શણગાર છે.