- કોરોનાની વેક્સિન (Corona Vaccine) અંગેની અફવા અંગે આરોગ્ય મંત્રાલયે (Ministry of Health) કરી સ્પષ્ટતા
- વેક્સિન લેવાથી બાળકો પેદા કરવામાં મુશ્કેલી પડશે તેવી અફવા (Infertility) ફેલાઈ
- કોરોનાની વેક્સિન વંધ્યત્વનું કારણ નહીં (Covid vaccines do not cause infertility) બને
નવી દિલ્હીઃ કેન્દ્રિય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે (Union Ministry of Health and Family Welfare) શુક્રવારે તે અફવાઓ (Infertility)ને નકારી કાઢી હતી, જેમાં કહેવામાં આવ્યું હતું કે, કોરોનાની રસી વંધ્યત્વનું કારણ (covid vaccines cause infertility) બને છે. મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું હતું કે, કોરોનાની વેક્સિન વંધ્યત્વનું કારણ નહીં (Covid vaccines do not cause infertility) બને.
આ પણ વાંચો-દેશમાં વેક્સિનથી પ્રથમ મોત - વેક્સિન લીધા બાદ એનાફિલેક્સિસ એલર્જી થતા નિપજ્યું હતું મોત
પોલિયોની વેક્સિન (Polio vaccine) વખતે પણ આવી અફવા ફેલાઈ હતીઃ
આરોગ્ય મંત્રાલયે (Ministry of Health) વધુમાં ઉમેર્યું હતું કે, ભારતમાં ઝડપથી ઓછામાં ઓછા 6 અલગ અલગ પ્રકારની કોરોના વેક્સિન ઉપલબ્ધ (covid 19 vaccines available) થશે. આપણે એક મહિનામાં 30-35 કરોડ ડોઝ ખરીદવાની આશા છે, જેથી એક દિવસમાં એક કરોડ લોકોનું વેક્સિનેશન કરાવી શકાય. રાષ્ટ્રીય રસીકરણ પરામર્શ સમૂહ (ATAGI)ના કોરોના કાર્ય સમૂહના અધ્યક્ષ ડો. નરેન્દ્ર કુમાર અરોરાએ કહ્યું હતું કે, જ્યારે પોલિયોની વેક્સિન (Polio vaccine) આવી હતી અને ભારત સહિત વિશ્વના અનેક ભાગમાં આપવામાં આવતી હતી. ત્યારે તે સમયે પણ આવી અફવા ફેલાઈ હતી કે, જે બાળકોને પોલિયો આપવામાં આવી રહ્યું છે. ભવિષ્યમાં તેમની પ્રજનન ક્ષમતા પર નકારાત્મક અસર પડશે.
આ પણ વાંચો-અમારી વેક્સિન 12 વર્ષ અને તેનાથી વધુ વયના લોકો માટે પણ યોગ્ય છેઃ ફાઈઝર
વેક્સિનથી કોઈ ખોટી અસર નથી થતી
રાષ્ટ્રીય રસીકરણ પરામર્શ સમૂહ (ATAGI)ના કોરોના કાર્ય સમૂહના અધ્યક્ષે વધુમાં કહ્યું હતું કે, આ રીતે જ ખોટી સૂચના એન્ટિ વેક્સિન લોબી (anti vaccine lobby) ફેલાવી છે. અમે જાણવા માગીએ છીએ કે, દરેક વેક્સિનને વૈજ્ઞાનિક સંશોધન (Scientific research)થી પસાર થવું પડે છે. કોઈ પણ વેક્સિનમાં આ રીતે કોઈ ખોટી અસર નથી થતી. હુંં તમામને સંપૂર્ણ આશ્વાસન આપું છું કે, આ રીતે દુષ્પ્રચાર લોકોમાં અફવા પેદા કરવાનો છે. અમારું મુખ્ય ધ્યાન પોતે કોરોના વાઈરસથી બચાવવાનું છે. પોતાના પરિવાર અને સમાજને બચાવવાનું છે. અરોરાએ વધુમાં કહ્યું હતું કે, કોઈ પણ વેક્સિનની અસરકારકતા 80 ટકા છે. તો વેક્સિનેશનવાળા 20 ટકા લોકો હલકા કોરોના સંક્રમિત થઈ શકે છે. ભારતમાં ઉપલબ્ધ વેક્સિન વાઈરસને ફેલાવતો અટકાવે છે. અરોરાએ કહ્યું હતું કે, 60-70 ટકા લોકોની વેક્સિન લગાવવામાં આવે છે તો વાઈરસને રોકી શકાય છે.