- દેશમાં પૂરજોશમાં ચાલી રહ્યો છે વેક્સિનેશન પ્રોગ્રામ
- વેક્સિન વેસ્ટજ સાથે કુલ 27.20 કરોડ ડૉઝની માગ
- આગામી 3 દિવસમાં વધુ 33.80 કરોડ ડૉઝ પહોંચતા કરાશે
નવી દિલ્હી : રાષ્ટ્રીય વેક્સિનેશન ડ્રાઈવ અંતર્ગત અત્યાર સુધી કુલ 28.87 કરોડ ડૉઝ લગાવવામાં આવ્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું છે કે, રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને કેન્દ્ર સરકાર તરફથી અને પ્રત્યક્ષ ખરીદ શ્રેણીના માધ્યમથી 29.35 કરોડ ડૉઝ પહોંચાડવામાં આવ્યા છે. જેમાં વેક્સિન વેસ્ટજ સાથે કુલ 27.20 કરોડ ડૉઝની માગ છે.