- દેશભરમાં પૂરજોશમાં ચાલી રહ્યું છે કોરોના રસીકરણ અભિયાન
- સોમવારે કોરોના રસીકરણનો આંકડો ફરી એક વાર એક કરોડ પર પહોંચ્યો
- કેન્દ્રિય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ ટ્વિટ કરીને આપી માહિતી
નવી દિલ્હીઃ કોરોના સામે દેશભરમાં લડાઈ ચાલી રહી છે. ત્યારે દેશમાં છેલ્લા 11 દિવસોમાં ત્રીજી વખત એક જ દિવસમાં રેકોર્ડબ્રેક 1 કરોડથી વધુ લોકોનું કોરોના રસીકરણ કરવામાં આવ્યું છે. અત્યાર સુધી રસીકરણની કુલ સંખ્યા 69.68 કરોડથી વધુ થઈ ગઈ છે. તો આ અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ શુભેચ્છા આપી છે. વડાપ્રધાને ટ્વિટ કર્યું હતું કે, 'રસીકરણના મોરચા અને ક્રિકેટ પીચ પર મહાન દિવસ'.
આ પણ વાંચો-રાજયમાં 24 કલાકમાં માત્ર 19 પોઝિટિવ કેસ, 13 દર્દીઓ કોરોના માત આપી, એક મૃત્યુ
સપ્ટેમ્બરની શરૂઆત ધમાકેદાર રહીઃ મનસુખ માંડવિયા
કેન્દ્રિય આોગ્ય પ્રધાન મનસુખ માંડવિયા (Mansukh Mandaviya)એ ટ્વિટ કર્યું હતું કે, સપ્ટેમ્બરની શરૂઆત એક સારી નોટથી થઈ છે. કારણ કે, ભારતે આજે કોવિડ રસીકરણના 1 કરોડના આંકડાને પાર કર્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્ત્વમાં વિશ્વનું સૌથી મોટું રસીકરણ અભિયાન મોટા પાચા પર ઉંચાઈઓને આંબી રહ્યું છે.
આ પણ વાંચો-સુરત M.Comમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીનું વેક્સિન લીધાના 9 દિવસ બાદ મોત
દેશમાં અત્યાર સુધી 53 કરોડથી વધુ લોકોએ કોરોનાની રસીનો પ્રથમ ડોઝ લઈ લીધો છે
આરોગ્ય મંત્રાલયના અધિકારીઓએ જણાવ્યું હતું કે, સોમવારે કુલ 1,05,76,911 ડોઝ આપવામાં આવ્યા હતા. મોડી રાત સુધી અંતિમ રિપોર્ટના સંકલન સાથે આ આંકડો વધવાની આશા હતી. સાંજે 7 વાગ્યા સુધી મળેલા આંકડા મુજબ મંત્રાલયે કહ્યું હતું કે, દેશે અત્યાર સુધી 53,29,27,201 લોકોને પહેલો ડોઝ. જ્યારે 16,39,69,127 લોકોને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. રસીકરણ અભિયાનના ત્રીજા તબક્કાની શરૂઆત પછી કુલ મળીને 18-44 વર્ગના 27,64,10,694 લોકોને પહેલો ડોઝ અને 3,57,76,726 લોકોને બીજો ડોઝ આપવામાં આવ્યો છે.
કચ્છમાં તહેનાત સુરક્ષા જવાનો અને પરિવારોને રસી અપાઈ
માંડવિયાએ એક અન્ય ટ્વિટમાં કહ્યું હતું કે, અમે સુરક્ષિત રહેનારા લોકો માટે સુરક્ષા. કચ્છમાં તહેનાત સુરક્ષા બળોના સંપૂર્ણ રસીકરણ અને તેમના પરિવારને કોરોનાથી બચવા માટે કોરોનાની રસીનો પ્રથમ ડોઝ આપ્યો છે. સરકારે કોરોના સામેની લડાઈમાં આ મહત્ત્વપૂર્ણ ઉપલબ્ધ હાંસલ કરી છે. ઉલ્લેખનીય છે કે, 27 અને 31 ઓગસ્ટે પણ રસીકરણનો આંકડો એક દિવસમાં એક કરોડથી વધુ થયો હતો.