- 2 થી 18 વયજૂથ પર પરીક્ષણના આંકડા થશે પ્રકાશિત
- બાળકોને ઝડપથી રસી મળે તેવી શક્યતા
- બાળકોના અભ્યાસ પર પડી છે અસર
દિલ્હી:એઇમ્સના પ્રમુખ ડૉ. રણદીપ ગુલેરિયાએ જણાવ્યું છે કે ભારત બાયોટેકની રસી કોવેક્સીનના 2 થી 18 વર્ષના વયજૂથ પરના પરીક્ષણના આંકડા સપ્ટેમ્બર સુધીમાં આવે તેવી શક્યતા છે. તેમણે એવું પણ જણાવ્યું હતું કે ડ્રગ રેગ્યુલેટરની મંજૂરી બાદ ભારતમાં તે સમયગાળામાં બાળકોને કોવિડ-19ની રસી આપી શકશે
ઝાયડસની રસીને મળી શકે છે મંજૂરી
ડૉ. ગુલેરિયાએ જણાવ્યું હતું કે ફાઇઝરની રસીને મંજૂરી મળી ગઇ તો તે પણ માટે એક વિકલ્પ હોઇ શકે છે. સરકારના એક અધિકારના જણાવ્યા અનુસાર ઝાયડસ કેડિલાએ પણ ડ્રગ કંટ્રોલર જનરલ ઑફ ઇન્ડિયા સમક્ષ પોતાની કોવિડ - 19ની રસીના ઉપયોગની મંજૂરી માંગી છે. તેને મંજૂરી મળે તેવી આશા છે. કંપનીએ દાવો કર્યો છે કે રસી બાળકો અને વયસ્કોને આપી શકાશે. ડૉ. ગુલેરીયાએ જણાવ્યું કે જો ઝાયડસની રસીને મંજૂરી મળશે તો તે પણ એક વિકલ્પ બનશે.