ઉઝ્બેકિસ્તાન:ઉઝ્બેકિસ્તાનમાં ભારતમાં બનેલી કફ સિરપ પીવાથી 18 બાળકોના મોત (UZBEKISTAN CLAIMS 18 CHILDREN DIE) થયા છે. ઉઝ્બેકિસ્તાનના સ્વાસ્થ્ય મંત્રાયલે જણાવ્યું છે કે મૃતક 18 બાળકોએ કફ સિરપ Doc-1 Max પીધી હતી.’ આ દવા નોઇડા સ્થિત Marion Biotech કંપની ((CONSUMING COUGH SYRUP MADE BY INDIAN FIRM)) દ્વારા બનાવવામાં આવી છે. ઉઝબેકિસ્તાનની સરકારે 18 બાળકોના મોત માટે એક ભારતીય ફાર્માસ્યુટિકલ કંપનીને જવાબદાર ગણાવી છે.
કંપનીએ શરૂ કરી તપાસ:ઉઝ્બેકિસ્તાનના સ્વાસ્થ્ય મંત્રાલયે દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે 18 બાળકોનાં મોત પછી દરેક ફાર્માસિસ્ટ પાસેથી Doc-1 Max ટેબલેટ અને સિરપ હટાવી દેવામાં આવી છે. આ સાથે સમયસર સ્થિતિને ના સંભાળી શકનાર અને કડક પગલા ન લેનારા 7 કર્મચારીઓને કાઢી મૂકાયા છે. ભારતે ઉઝ્બેકિસ્તાનમાં 18 બાળકોના મોત બાદ નોઇડા સ્થિત દવા બનાવતી કંપની Marion Biotechએ તપાસ શરૂ કરૂ દીધી છે. અધિકારીઓએ જણાવ્યા મુજબ સેન્ટ્રલ ડ્રગ્સ રેગ્યુલેટરી ટીમે ઉત્તર પ્રદેશ ડ્રગ્સ લાઇસન્સ ઓથોરિટીનો સંપર્ક કર્યો છે. જોકે, દવા કંપની વિરુદ્ધ પણ તપાસ શરૂ થઈ શકે છે. એવી પણ માહિતી સામે આવી છે કે કેન્દ્ર અને રાજ્યની ડ્રગ્સ રેગ્યુલેટરી ટીમ સાથે તપાસ કરશે.
ડૉક્ટરની સલાહ વિના લીધીસિરપ:સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું છે કે આ સિરપની એક બેચના લેબ ટેસ્ટમાં ethylene glycol મિક્ષ કરાયું છે. જે એક ઝેરી પદાર્થ છે.” સાથે તેમણે એ પણ ખુલાસો કરતાં જણાવ્યું હતું કે ‘મરનારા બાળકોને ડૉક્ટરની સલાહ વગર ઘરે આ સિરપ આપવામાં આવી હતી. આ સિરપ બાળકોના માતા-પિતા અથવા ફાર્માસિસ્ટની સલાહ પર આપવામાં આવી હતી. આ સિરપ બનાવતી કંપનીની વેબસાઇટ મુજબ, આ સિરપ શરદી અને ફ્લૂના લક્ષણોની સારવાર માટે આપવામાં આવે છે.’
આ પણ વાંચો:કેરળમાં NIAએ PFIના 56 થી વધુ સ્થળો પર પાડ્યા દરોડા