દેહરાદૂન: વિશ્વ પ્રસિદ્ધ ચારધામ યાત્રા 22 એપ્રિલથી શરૂ થવા જઈ રહી છે. યાત્રા શરૂ થતા પહેલા ચારધામ જનારા શ્રદ્ધાળુઓ માટે સારા સમાચાર છે. હવે તેમને દર્શન કરવા માટે મંદિરની બહાર લાઈનમાં ઉભા રહેવું નહીં પડે. ભક્તોની સુવિધા માટે મંદિરોના પ્રવેશદ્વાર પર દર્શન માટે ટોકન આપવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.
ટોકન વિના નહીં થાય ચારધામ દર્શન:ઉત્તરાખંડ પ્રવાસન વિકાસ પરિષદે શનિવારે કહ્યું કે તે ચારધામ યાત્રા દરમિયાન દર્શન માટે ટોકન જારી કરશે. જારી કરાયેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ટોકન્સ એક કલાકના સ્લોટમાં આપવામાં આવશે, જે ચાર કલાક માટે માન્ય રહેશે. અત્યાર સુધી ચારધામ યાત્રા દરમિયાન ભક્તોને દર્શન માટે લાંબી લાઈનોમાં ઉભા રહેવું પડતું હતું. ઉત્તરાખંડ ટૂરિઝમ ડેવલપમેન્ટ કાઉન્સિલ અનુસાર, બદ્રીનાથ, કેદારનાથ, ગંગોત્રી અને યમુનોત્રી ધામના મંદિરોના પ્રવેશદ્વાર પર ટોકન આપવામાં આવશે.
22 એપ્રિલે ચારધામ યાત્રા શરૂ થશે: 22 એપ્રિલે યમુનોત્રી અને ગંગોત્રી મંદિરોના દરવાજા ખોલવાની સાથે જ ચારધામ યાત્રા શરૂ થશે. જ્યારે કેદારનાથ ધામના દરવાજા 25 એપ્રિલે અને બદ્રીનાથ ધામના દરવાજા 27 એપ્રિલે ખુલશે. અત્યાર સુધી ચારધામ યાત્રાએ જતા શ્રદ્ધાળુઓને લાંબી કતારોમાં ઉભા રહેવું પડે છે. ધામ સુધી પહોંચવા માટે યાત્રાળુઓ લાંબી મુસાફરી કરીને દર્શન માટે કલાકો સુધી લાઈનમાં ઉભા રહેવું પડે છે.