ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Uttarakhand Accident: ઉત્તરકાશી દુર્ઘટનામાં મૃતકોને ફ્લાઈટ મારફતે અમદાવાદ લવાશે, ત્યાંથી એમ્બ્યુલન્સ મારફતે તેમના વતન મોકલશે - Uttarkashi Accident The PMO has made arrangements to move the seriously injured victims of the accident in Uttarakhand to AIIMS by helicopter

ઉત્તરકાશી ગંગોત્રી નેશનલ હાઈવે નજીક બસ ખીણમાં ખાબકતા ભાવનગરના સાત પ્રવાસીઓના મોત થયા છે. જ્યારે 27 ઈજાગ્રસ્ત થયા છે. PMO દ્વારા ગંભીર ઈજાગ્રસ્તોને હેલિકોપ્ટર દ્વારા એઈમ્સ લઈ જવાની વ્યવસ્થા કરવામાં આવી છે. જ્યારે મૃતકોને હેલિકોપ્ટર દ્વારા ભાવનગર તેમના વતન ખાતેે આજે લાવવામાં આવશે.

Etv Bharat
Etv Bharat

By

Published : Aug 21, 2023, 9:22 AM IST

Updated : Aug 21, 2023, 1:02 PM IST

ઉતરાખંડ: ઉત્તરાખંડમાં ગત રવિવારના રોજ મુસાફરોથી ભરેલી બસ ઉંડી ખીણમાં ખાબકતાં એક ભયંકર અકસ્માત સર્જાયો હતો. આ સર્જાયેલી દુઘર્ટનામાં 35 પ્રવાસીઓમાંથી 7 લોકોના મોત નીપજ્યા હતા અને 27 જેટલા મુસાફરો ઇજાગ્રસ્ત થયા છે. રાજ્ય સરકાર ઉત્તરાખંડ સરકારના રાહત કમિશનર સાથે સતત સંપર્કમાં છે.

મૃતકોને અમદાવાદ લવાશે: ભાવનગર કલેકટર આર કે મહેતાએ માહિતી આપી હતી કે, 'ઉત્તરાખંડમાં મૃત્યુ પામનારને અમદાવાદ લાવવામાં આવશે. જેમાં 6 મૃતકોના મૃતદેહ ફ્લાઈટ દ્વારા સાંજે 6 વાગ્યે અમદાવાદ લવાશે. ત્યાંથી એમ્બ્યુલન્સ મારફતે મૃતદેહ તેમના વતન મોકલશે. એક મહિલાના અંતિમ સંસ્કાર ઉત્તરાખંડમાં જ કરવામાં આવ્યા છે.

ઈજાગ્રસ્તોને એઈમ્સમાં અપાશે સારવાર: સમગ્ર ઘટના પર PMO દ્વારા સતત નજર રાખવામાં આવી રહી છે. ઉત્તરાખંડ પ્રશાસનના સતત સંપર્કમાં રહેવા વડાપ્રધાન કાર્યાલયેથી વ્યવસ્થા કરવામાં આવી છે. ત્યારે તમામ ઈજાગ્રસ્તોને PMO દ્વારા હેલિકોપ્ટર મારફતે એઈમ્સમાં ખસેડવાની વ્યવસ્થા કરવામાં આવી છે. જ્યારે મૃતકોને હેલિકોપ્ટર દ્વારા ભાવનગર તેમના વતન ખાતેે આજે લાવવામાં આવશે.

બસ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા મૃતકોના નામ:

(1) મીનાબેન કે ઉપાધ્યાય, 52

Last Updated : Aug 21, 2023, 1:02 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details