- નહેરુ કોલોની પોલીસ સ્ટેશનમાં 3 શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી
- કરણવીર થોડા સમયથી નોકરી માટે પ્રયત્ન કરી રહ્યો હતો
- અમિતે નિર્મલકુમારને નોકરી અપાવવાના બદલે 20 લાખની વાત કરી
દહેરાદૂન: રાજધાની દહેરાદૂનમાં ઉત્તરાખંડ ક્રિકેટ ટીમને નોકરીના નામે છેતરપિંડી કરવાનો મામલો સામે આવ્યો છે. આ કેસમાં નહેરુ કોલોની પોલીસ સ્ટેશનમાં 3 શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે. ફરીયાદના આધારે પોલીસે ગુનો નોંધી કેસની તપાસ હાથ ધરી છે. વિષ્ણુપુરમના નિર્મલકુમાર શર્માએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. તેણે કહ્યું કે, તેનો પુત્ર કરણવીર એક કુશળ ક્રિકેટર છે. જે ઉત્તરાખંડ ક્રિકેટ ટીમ વતી રણજીમાં ઓપનિંગ કરે છે. કરણવીર થોડા સમયથી નોકરી માટે પ્રયત્ન કરી રહ્યો હતો. તે જ સમયે, નિર્મલ ઇલેક્ટ્રોનિક ઉપકરણો બનાવતી સહારનપુરની કંપનીના માલિક અમિત કુમારને મળ્યો હતો.
આ પણ વાંચો:વડોદરામાં સ્ટેન્ડિંગ કમિટી અધ્યક્ષના નામે ફેક એકાઉન્ટ બનાવી પૈસા માગનારા સામે ફરિયાદ
BCCIમાં ઓળખની લાલચમાં થઈ ઠગાઈ
બેઠક દરમિયાન, અમિતે BCCIમાં પોતાની ઓળખ વિશે વાત કરી હતી. કરણવીર ખુબ સારો ખેલાડી હોવાને કારણે તેને સરકારી વિભાગમાં નોકરી અપાવવા માટે ઠગ્યો હતો. અમિતે નિર્મલકુમારને નોકરી અપાવવાના બદલે 20 લાખની વાત કરી હતી. નિર્મલ કુમાર શર્મા આરોપી અમિત સાથે વાત કરવા સંમત થયા અને તેને પૈસા આપ્યા હતા. વર્ષ 2020માં નિર્મલ કુમારે અમિતને શરૂઆતમાં 10 લાખ રૂપિયાનો ચેક આપ્યો હતો અને પાંચ લાખ રૂપિયા રોકડ આપ્યા હતા.
આ પણ વાંચો:સુરતના 10થી વધુ વેપારીઓ સાથે હૈદરાબાદના અગ્રવાલ દંપતીએ કરી 42.55 લાખની છેતરપિંડી
છેતરપિંડી મામલે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી
તે પછી બીપેન્દ્ર શર્માએ ફેબ્રુઆરીમાં બાકીના નાણાં માંગતાં કહ્યું કે, તેમને જલ્દી જ નોકરી મળી જશે. જે વાત બાદ, નિર્મલ કુમારે બિપેન્દ્રને સાડા ચાર લાખ રૂપિયા રોકડ અને 50 હજાર રૂપિયાનો ચેક આપ્યો હતો. તે પછી આરોપીએ ફોન ઉપાડવાનું પણ બંધ કરી દીધું હતું. આ પછી, તેને છેતરપિંડી થઈ હોવાની ખબર પડતા તેમણે નહેરુ કોલોની પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. નહેરુ કોલોની પોલીસ સ્ટેશનના અધિકારી રાકેશ ગુસાઇએ જણાવ્યું હતું કે, નિર્મલકુમાર શર્માની ફરિયાદના આધારે અમિત, બિપેન્દ્ર અને અરવિંદ વિરુદ્ધ છેતરપિંડી સહિતની અન્ય કલમો નોંધવવામાં આવી છે. પોલીસ દ્વારા આ કેસની તપાસ આગળ ધરી છે.