ગુજરાત

gujarat

By

Published : Jun 29, 2021, 1:59 PM IST

ETV Bharat / bharat

ઉત્તરાખંડ સરકારનો યુટર્નઃ આગામી આદેશ સુધી ચારધામની યાત્રા પર પ્રતિબંધ

ચારધામની યાત્રા (Chardham Yatra) પર સરકારે પોતાનો નિર્ણય ફરી એક વાર બદલી કાઢ્યો છે. ચારધામની યાત્રા (Chardham Yatra) અંગે સરકારે હવે નવી SOP જાહેર કરી છે. આપને જણાવી દઈએ કે, ઉત્તરાખંડ હાઈકોર્ટે ચારધામ યાત્રા (Chardham Yatra) પર 7 જુલાઈ સુધી પ્રતિબંધ લગાવ્યો છે. ચારધામ યાત્રા (Chardham Yatra) પર સરકારે હવે યુ-ટર્ન લીધો છે. ચારધામ યાત્રા (Chardham Yatra) અંગે સરકારે હવે નવી SOP જાહેર કરી છે, જેમાં નૈનિતાલ હાઈકોર્ટ (Nainital High Court)ના આદેશોનું પાલન કરીને આગામી આદેશ સુધી ચારધામની યાત્રા (Chardham Yatra)ને રદ કરી દીધી છે.

ઉત્તરાખંડ સરકારનો યુટર્નઃ આગામી આદેશ સુધી ચારધામની યાત્રા પર પ્રતિબંધ
ઉત્તરાખંડ સરકારનો યુટર્નઃ આગામી આદેશ સુધી ચારધામની યાત્રા પર પ્રતિબંધ

  • ચારધામની યાત્રા (Chardham Yatra) પર સરકારે પોતાનો નિર્ણય ફરી એક વાર બદલ્યો
  • સરકારે ચારધામની યાત્રા (Chardham Yatra) અંગે હવે નવી SOP જાહેર કરી છે
  • ઉત્તરાખંડ હાઈકોર્ટે (Uttarakhand High Court) ચારધામ યાત્રા (Chardham Yatra) પર 7 જુલાઈ સુધી પ્રતિબંધ લગાવ્યો છે

દહેરાદૂનઃ ઉત્તરાખંડની ચારધામ યાત્રા (Chardham Yatra) ને લઈને સરકારે બીજી વખત યુ-ટર્ન (U-turn) લીધો છે. એક વાર પહેલા જ્યારે સરકારી પ્રવક્તા સુબોધ ઉનિયાલ (Government Spokesperson Subodh Uniyal) દ્વારા ચારધામ યાત્રા (Chardham Yatra) શરૂ કરવા અંગે નિવેદન આપ્યું હતું. બીજી વખત SOPમાં ચારધામ યાત્રા (Chardham Yatra) શરૂ થવા પછી 12 કલાકની અંદર જ SOPમાં ફેરફાર કરીને ચારધામ યાત્રા (Chardham Yatra)ને કોર્ટના આદેશોના ક્રમમાં રદ કરી દેવાઈ છે.

આ પણ વાંચો-chardham yatra 2021: આ વર્ષે ચારધામ યાત્રા અને હેમકુંડ સાહિબ યાત્રા માટે ઓનલાઇન ટ્રીપ કાર્ડ જરૂરી

સોમવારે મુખ્ય સચિવે SOPમાં ચારધામ યાત્રા (Chardham Yatra)ને ચાલુ રાખવાનો આદેશ કર્યો હતો, પરંતુ મંગળવારે સરકારે નિર્ણય પરત લીધો

આપને જણાવી દઈએ કે, સોમવારે નૈનિતાલ હાઈકોર્ટે (Nainital High Court) સરકાર દ્વારા લેવામાં આવેલા ચારધામની યાત્રા (Chardham Yatra)ને શરૂ કરવાના નિર્ણય અંગે સુનાવણી કરી હતી, જેમાં મુખ્ય સચિવ ઓમપ્રકાશ સામેલ રહ્યા અને નૈનિતાલ હાઈકોર્ટે (Nainital High Court) સ્પષ્ટપણે ચારધામ યાત્રા (Chardham Yatra) પર સરકારની તૈયારીઓ અને કોરોનાના જોખમ અંગે સવાલ કર્યા હતા. ત્યારબાદ સરકારના જવાબથી સંતુષ્ટ ન થઈને નૈનિતાલ હાઈકોર્ટે (Nainital High Court ચારધામ યાત્રા (Chardham Yatra)ને રદ કરવાનો આદેશ આપ્યો હતો, પરંતુ આ ઉપરાંત પણ સોમવારે સાંજે મુખ્ય સચિવ કાર્યાલયથી જાહેર કરવામાં આવેલી SOPમાં ચારધામ યાત્રા (Chardham Yatra)ને ચાલુ રાખવાનો આદેશ હતો, પરંતુ મંગળવારે સવારે એક વાર ફરીથી સરકાર પોતાના નિર્ણયથી ફરી ગઈ છે. તેવામાં આગામી આદેશ સુધી ચારધામ યાત્રા (Chardham Yatra)ને રદ કરી દેવાઈ છે.

આ પણ વાંચો-કોરોનાના કારણે અમરનાથ યાત્રા રદ્દ, શ્રદ્ધાળુઓ ઓનલાઇન કરી શકશે દર્શન

પહેલા તબક્કાની ચારધામની યાત્રા (Chardham Yatra) જુલાઈથી શરૂ થવાની હતી

આપને જણાવી દઈએ કે, નૈનિતાલ હાઈકોર્ટ (nainital high court)ના ચારધામ યાત્રા પર પ્રતિબંધ લગાવવા પછી પણ રાજ્ય સરકારે SOP જાહેર કરી હતી. જાહેર SOP અનુસાર, પહેલા તબક્કા સુધી જુલાઈથી શરૂ થવાની હતી, જેમાં ઉત્તરકાશી, રૂદ્રપ્રયાગ અને ચમોલી જિલ્લાના લોકો માટે ચારધામ યાત્રા શરૂ થવાની હતી. ઉત્તરાખંડ સરકારે હાલમાં જ કોરોનાની ગાઈડલાઈન્સ પણ જાહેર કરી હતી. ગાઈડલાઈન્સમાં કહેવામાં આવ્યું હતું કે, એક જુલાઈથી ચારધામ યાત્રાનો પહેલો તબક્કો શરૂ થવાનો છે. જ્યારે 11 જુલાઈથી યાત્રાનો બીજો તબક્કો શરૂ થશે. યાત્રા માટે કોરોના રિપોર્ટ નેગેટિવ હોવો ફરજિયાત છે.

ABOUT THE AUTHOR

...view details