ઉત્તરાખંડ :આગામી ચારધામ યાત્રાની તૈયારીઓ સરકાર અને વહીવટીતંત્રે અમલમાં મૂકી દીધી છે. યાત્રામાં ભક્તોની સંખ્યા પર નજર રાખવા માટે દર વખતની જેમ આ વખતે પણ રજીસ્ટ્રેશન ફરજિયાત કરવામાં આવ્યું છે. સાથે જ આ વખતે ચારધામ યાત્રા અંતર્ગત ચારેય ધામો માટે રજીસ્ટ્રેશનની પ્રક્રિયા ફરજિયાત કરવામાં આવી છે. જે બાદ આ વખતે પ્રવાસીઓએ ગંગોત્રી અને યમુનોત્રી ધામ માટે પણ પોતાનું રજીસ્ટ્રેશન કરાવવું પડશે.
ચારેય ધામોમાં રજીસ્ટ્રેશન ફરજીયાત કરવામાં આવ્યું છે :ઉલ્લેખનીય છે કે, આ વર્ષે ચારધામયાત્રા 22 એપ્રિલથી શરૂ થવા જઈ રહી છે. ગઢવાલના કમિશનર સુશીલ કુમારે તમામ જિલ્લા મેજિસ્ટ્રેટને યાત્રાના માર્ગો પરની તમામ વ્યવસ્થાઓ તૈયાર કરવા માટે જરૂરી માર્ગદર્શિકા જારી કરી છે. ગઢવાલ કમિશનરે કહ્યું કે, આગામી ચારધામ યાત્રાને લઈને ગઢવાલ વિભાગના તમામ જિલ્લાઓમાં યુદ્ધના ધોરણે તૈયારીઓ કરવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે, દર વખતની જેમ આ વખતે પણ પ્રવાસીઓનું રજીસ્ટ્રેશન ફરજિયાત રહેશે, પરંતુ નોંધણીની પ્રક્રિયામાં થોડો ફેરફાર કરવામાં આવ્યો છે. આ વખતે ચારેય ધામોમાં રજીસ્ટ્રેશન ફરજીયાત કરવામાં આવ્યું છે.