- ઉત્તરાખંડ રાજ્ય સરકારે ચારધામ યાત્રા અંગે SOP જાહેર કરી છે
- યાત્રા માટે દરરોજ ચારધામોમાં દર્શન માટે મર્યાદા રાખવામાં આવી છે
- રાજ્યની બહારથી આવનારા પ્રવાસીઓને સ્માર્ટ સિટીના પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત
દહેરાદૂનઃ નૈનીતાલ હાઈકોર્ટે ચારધામ યાત્રા પર લગાવેલો પ્રતિબંધ હટાવી દીધો છે. ત્યારબાદ રાજ્ય સરકાર ચારધામ યાત્રાની તૈયારીમાં લાગી ગઈ છે. આ જ અંતર્ગત રાજ્ય સરકારે ચારધામ યાત્રા સાથે જોડાયેલી SOP પણ જાહેર કરી છે, જે મુજબ, રાજ્યની બહારથી આવનારા પ્રવાસીઓને સ્માર્સ સિટી પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરાવવું પડશે. જોકે, રાજ્યના લોકોને આની કોઈ જરૂર નથી. તમામ તીર્થ યાત્રીઓએ વેક્સિનના બંને ડોઝ લગાવ્યાના 15 દિવસ પછીનું સર્ટિફિકેટ બતાવવું પડશે. ત્યારબાદ જ યાત્રાની મંજૂરી આપવામાં આવશે. જો વેક્સિનનો પહેલો ડોઝ કે બીજો ડોઝ નહીં લગાવેલો હોય તો તેવામાં યાત્રીઓને 72 કલાક જૂનો કોરોના ટેસ્ટનો નેગેટિવ રિપોર્ટ આપવો પડશે.
આ પણ વાંચો-IRCTC Ramayan Yatra Train: ભક્તો માટે સારા સમાચાર, રેલવેએ શરૂ કરી રામાયણ યાત્રા ટ્રેન
કેરળ, મહારાષ્ટ્ર અને આંધ્ર પ્રદેશના યાત્રીઓ માટે અલગ નિયમ
ઉત્તરાખંડ ચારધામ દેવસ્થાન બોર્ડની સત્તાવાર વેબસાઈટના માધ્યમથી ચારધામ મંદિરની યાત્રા દરમિયાન દર્શન માટે અનિવાર્ય યાત્રાનો ઈ-પાસ આપવામાં આવશે. તમામ યાત્રીઓને કોરોના પ્રોટોકોલ અને કોવિડ એપ્રોપ્રિએટ બિહેવિયરનું પાલન કરવું પડશે. કેરળ, મહારાષ્ટ્ર અને આંધ્રપ્રદેશના યાત્રીઓને વેક્સિનના બંને ડોઝ પછી પણ નેગેટિવ રિપોર્ટ બતાવવો પડશે. ત્યારબાદ જ તેમને દર્શનનો પાસ અપાશે.
આ પણ વાંચો-શ્રાવણ મહિનાની પૂનમે અમરનાથ યાત્રાની સમાપન પૂજા કરવામાં આવી
યાત્રા માટે દરરોજ દર્શનની મર્યાદા નક્કી કરવામાં આવી
કોઈ પણ યાત્રીઓમાં રાજ્યની અંદર જો કોઈ પણ જગ્યા પર તપાસમાં સંક્રમણના લક્ષણ કે સંક્રમણ જોવા મળશે તો તેને ત્યાંથી જ કોરોના હોસ્પિટલમાં દાખલ કરવામાં આવશે. યાત્રા માટે દરરોજ દર્શનની મર્યાદા નક્કી કરવામાં આવી છે. બદરીનાથમાં 1,000, કેદારનાથમાં 800, ગંગોત્રી ધામમાં 600 અને યમુનોત્રી ધામમાં 400 દરરોજ યાત્રીઓ એક દિવસમાં દર્શન કરી શકશે.
SOPમાં વધુ શું વિશેષ છે?
- કેદારનાથ, બદરીનાથ, ગંગોત્રી અને યમુનોત્રી ધામમાં દર્શન માટે આવનારા યાત્રીઓએ કરાવવું પડશે રજિસ્ટ્રેશન
- રજિસ્ટ્રેશન પછી ઈ-પાસ આપવામાં આવશે. ત્યારબાદ જ ચારધામમાં દર્શનની મંજૂરી મળશે
- મંદિર પરિસરમાં પ્રસાદ ચઢાવવા અને તિલક લગાવવા પર પ્રતિબંધ
- મંદિરમાં મૂર્તિઓ અને ઘંટીઓને અડવા, તપ્ત કુંડોમાં સ્નાન પર પ્રતિબંધ
- કેદારનાથ ધામમાં એક સમયમાં 6 યાત્રી જ સભામંડપથી દર્શન કરી શકશે
- ગર્ભગૃહમાં જવાની મંજરી નહીં હોય
- મંદિર પરિસરમાં દિવસમાં ત્રણ વખત સેનિટાઈઝેશન અને સાફ સફાઈ કરાશે
- મંદિરોમાં કોવિડ પ્રોટોકોલનું પાલન કરી માસ્ક પહેરવા, સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવું પડશે
- પ્રત્યેક ધામમાં આરોગ્ય વિભાગ તરફથી નોડલ અધિકારી તહેનાત કરવામાં આવશે
- SOPનું પાલન કરાવવાની જવાબદારી જિલ્લા તંત્ર અને SDMની હશે
આ પહેલા વિવિધ વિભાગોના અધિકારીઓની બેઠક યોજાઈ હતી
આ પહેલા શુક્રવારે મુખ્ય સચિવ એસ. એસ. સંધુની અધ્યક્ષતામાં ચારધામ યાત્રાને સુરક્ષિત, વ્યવસ્થિત અને કુશળ સંચાલનના સંબંધમાં વિવિધ વિભાગોના અધિકારીઓ સાથે સચિવાલય ઓડિટોરિયમમાં બેઠક યોજાઈ હતી, જેમાં જિલ્લાધિકારી ચમોલી, રુદ્રપ્રયાગ, ઉત્તરકાશી અને પૌડીને પણ વિવિધ વ્યવસ્થાઓના સંપાદનના સંબંધમાં મહત્ત્વપૂર્ણ દિશા-નિર્દેશ આપવામાં આવ્યા હતા.
જે રસ્તેથી યાત્રીઓ પગપાળા આવવાના છે તે રસ્તાનું કામ ઝડપથી પૂર્ણ કરવામાં આવે
મુખ્ય સચિવે સંબંધિત જિલ્લાધિકારીઓને ચારધામ યાત્રા રૂટ પર માર્ગ સુરક્ષા, સાફસફાઈ, ક્રાઉડ મેનેજમેન્ટ, પરિવહન વ્યવસ્થા, ટેસ્ટિંગ અને કોરોનાના નિયમોનું પાલન કરાવતા વિવિધ વ્યવસ્થાઓને સંપાદિત કરવાના નિર્દેશ આપ્યા હતા. તેમણે કહ્યું હતું કે, યાત્રા રૂટના સંવેદનશીલ વિસ્તારોમાં જ્યાં પણ માર્ગ સુધારીકરણનું કાર્ય કરવામાં આવવાનું છે. તેમને લોક નિર્માણ વિભાગ, નેશનલ હાઇવે ઓથોરિટી અને રોડ બોર્ડર ઓર્ગેનાઇઝેશનથી યુદ્ધસ્તરે તાત્કાલિક પૂર્ણ કરવામાં આવે. આ સાથે જ જે પગપાળા માર્ગથી લોકો યાત્રા કરે છે. તેમના માટે પણ માર્ગ સાફ અને સુરક્ષિત બની રહે. તમામ જગ્યાઓ પર પીવાનું પાણી, શૌચાલય જેવી વ્યવસ્થા હોય.
મુખ્ય સચિવે અધિકારીઓને નિર્દેશ આપ્યા
મુખ્ય સચિવે યાત્રા રૂટ પર આવશ્યકતા મુજબ, ચિકિત્સકોની તહેનાતી કરવા, ઈમરજન્સી સ્થિતિમાં આરોગ્ય સુવિધા ઉપલબ્ધ કરાવવા, વાહનોની ફિટનેસ, લોકોનું રજિસ્ટ્રેશન, ઓનલાઈન જ લોકોને વોટ્સએપ અને મેસેજના માધ્યમથી જરૂરી સૂચના મોકલવા, ખાણીપીણીના દરની યાદી, લોકોને મહત્ત્વપૂર્ણ સૂચના આપવા હેતુ મુખ્ય મુખ્ય સ્થળો, ચાર રસ્તે, હોમ સ્ટે સ્થળો, દુકાનોમાં બોર્ડ પર પ્રદર્શિત કરવા સંબંધે અધિકારીઓને નિર્દેશ આપ્યા છે.