- ગઢવાલના નરેન્દ્રનગર રેન્જના જંગલોમાં આગની ઘટના
- વાયુસેનાના હેલિકોપ્ટર આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કરી રહ્યા છે
- આગ કાબૂમાં લેતા મહિલા વનકર્મીના માથા પર ઇજા પહોંચી
શ્રીનગર: રાજ્યના જંગલમાં આજકાલ આગ લાગવાલી ઘટના સામે આવી રહી છે. ત્યારે, કેન્દ્ર સરકાર દ્વારા મોકલવામાં આવેલા વાયુસેનાના હેલિકોપ્ટર આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કરી રહ્યા છે. ગઢવાલના નરેન્દ્રનગર રેન્જમાં સવારે 9 વાગ્યે આગને કાબૂમાં લેવાની કામગીરી 1 વાગ્યા સુધી ચાલુ હતી. તેમાંથી વનપ્રધાન હરકસિંહ રાવત પણ સક્રિય દેખાયા. પૌરી તરફ જતાં સમયે વન પ્રધાન SSB ફાયર રેન્જમાં સળગતા જંગલોને જોતા તેમના વાહન પરથી નીચે ઉતર્યા હતા અને આગને કાબૂમાં લેવાનું કામ શરૂ કર્યું હતું. આ દરમિયાન હરકસિંહ રાવતને પણ તેના હાથમાં ઈજા પહોંચી હતી. તે જ સમયે, મહિલા વનકર્મીના માથા પર પણ ઇજા પહોંચી હતી.
આ પણ વાંચોઃઉત્તરાખંડના જંગલોની આગ બૂઝવવામાં એરફોર્સનું હેલિકોપ્ટર મોકલાશે
વનકર્મીઓ પાસે સંસાધનોની અછત
ETV ભારત પહેલેથી જ સમાચાર બતાવી રહ્યું હતું કે, વન વિભાગ કેવી રીતે પોતાના સંસાધનોનો ઉપયોગ કરી રહ્યું છે. વનકર્મીઓ પાસે સંસાધનોની અછત છે. પરિણામે, શ્રીનગરમાં વનાગ્ની પર કાબૂ મેળવતા વનપ્રધાન હરકસિંહ રાવતને તેના હાથ પર ઈજાઓ પહોંચી હતી, જ્યારે એક મહિલા વનકર્મી પણ ઘાયલ થઈ હતી.
આ પણ વાંચોઃઉજ્જૈનની પાટીદાર હોસ્પિટલમાં આગ, 90થી વધુ દર્દીઓને શિફ્ટ કરાયા