ગુજરાત

gujarat

ETV Bharat / bharat

12 વર્ષની બાળકી પર ક્રૂરતા, પોલીસકર્મી ગોદમાં લઈને હોસ્પિટલ પહોંચ્યો - કન્નૌજ

રવિવારે 12 વર્ષની બાળકી પિગી બેંક ખરીદવા બજારમાં ગઈ હતી. તેણી લોહીના ખાબોચિયામાં પડેલી મળી આવી હતી. (Brutality on 12 year old girl in up) . ઘટનાની જાણ થતા ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. ચોકીદારે આ અંગે પોલીસને જાણ કરી હતી

12 વર્ષની બાળકી પર ક્રૂરતા, પોલીસકર્મી ગોદમાં લઈને હોસ્પિટલ પહોંચ્યો
12 વર્ષની બાળકી પર ક્રૂરતા, પોલીસકર્મી ગોદમાં લઈને હોસ્પિટલ પહોંચ્યો

By

Published : Oct 25, 2022, 10:06 AM IST

કન્નૌજ(ઉત્તર પ્રદેશ): ગુરસાહાઈગંજ કોતવાલી વિસ્તારના એક વિસ્તારની 12 વર્ષની બાળકી પિગી બેંક ખરીદવા બજારમાં ગઈ હતી. (Brutality on 12 year old girl in up) રવિવારે સાંજે બાળકી ડાક બંગલા ગેસ્ટ હાઉસની પાછળ લોહીથી લથપથ હાલતમાં મળી આવી હતી. એવી આશંકા છે કે બાળકી પર દુષ્કર્મ થયો હતો અને ફેંકી દેવામાં આવી હતી. માહિતી મળતા પોલીસ પહોંચી અને યુવતીને હોસ્પિટલમાં દાખલ કરી હતી. જ્યાં હાલત ગંભીર હોવાથી પરિવારના સભ્યો અને પોલીસ બાળકીને તિરવા મેડિકલ કોલેજ લઈ ગયા હતા.

પરિવારજનો ચિંતામાં ગરકાવ:તબિયતમાં સુધારો જોઈને ડોક્ટરોએ કાનપુર રિફર કરી હતી, જ્યાં તેની બે દિવસ થી સારવાર ચાલી રહી છે. ગુરસાહાઈગંજ કોતવાલી વિસ્તારના સ્થાનિક રહેવાસીની 12 વર્ષની પુત્રી રવિવારે બપોરે પિગી બેંક લેવા બજારમાં ગઈ હતી. સાંજ સુધી યુવતી ઘરે પરત ન ફરતાં પરિવારજનો ચિંતામાં ગરકાવ થઈ ગયા હતા. જે બાદ પરિવારજનોએ પુત્રીની શોધખોળ શરૂ કરી હતી. પરિવારજનોએ તપાસ કરી તો તેમને ખબર પડી કે, બાળકી ડાક બંગલા ગેસ્ટ હાઉસની પાછળ લોહીથી લથપથ હાલતમાં પડી હતી.

ટોળેટોળા ઉમટી પડ્યા: એવું કહેવામાં આવી રહ્યું છે કે, ડાક બંગલાની અંદર કેટલાક બાળકો બકરા ચરાવી રહ્યા હતા. તે જ સમયે બાળકોએ ઝાડીઓમાં બાળકીને લોહીલુહાણ હાલતમાં પડેલી જોઈ હતી. બાળકોએ આ ઘટનાની જાણ ઈમારતના ચોકીદાર સુબેદારને કરી હતી. ઘટનાની જાણ થતા ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. ચોકીદારે આ અંગે પોલીસને જાણ કરી હતી. ઘટનાની માહિતી મળતાં જ નગરના પ્રભારી મનોજ કુમાર પાંડે ઘટનાસ્થળે પહોંચી ગયા અને રસ્તેથી આવી રહેલી એક ઓટોને રોકીને ઘાયલ બાળકીને ખોળામાં લઈને હોસ્પિટલ લઈ ગયા હતા.

દુષ્કર્મની ઘટનાને નકારી:હાલત ગંભીર હોવાથી તેને મેડિકલ કોલેજમાં રિફર કરવામાં આવી હતી. અહીં પણ તબિયતમાં સુધારો જોઈને ડોક્ટરોએ કાનપુર રીફર કરી હતી .લોકોમાં એવી ચર્ચા છે કે, બાળકી સાથે દુષ્કર્મની ઘટનાને અંજામ આપ્યા બાદ તેને લોહીલુહાણ હાલતમાં ફેંકી દીધી હતી. જો કે પોલીસ દુષ્કર્મની ઘટનાને નકારી રહી છે.આ મામલાને લઈને કન્નૌજ સદરના સીઓ પ્રિયંકા બાજપાઈએ કહ્યું હતુ કે, "બાળકીની કાનપુરના હાલાતમાં સારવાર ચાલી રહી છે, એવું સામે આવ્યું છે કે તેને માથામાં ઈજા થઈ છે, 5 ડૉક્ટરોની એક જ પેનલ જે તેની તપાસ કરશે જેથી ઘટના પાછળના વધુ કોયડા ઉકેલી શકાય."

ABOUT THE AUTHOR

...view details