અલીગઢ(ઉતર પ્રદેશ): લોઢા પોલીસ સ્ટેશન વિસ્તારમાં યુવતીઓ સાથે અશ્લીલ હરકતનો મામલો સામે આવ્યો છે.(HUSBAND AND WIFE SEXUALLY HARASSED MINOR GIRLS) પીડિતાના સંબંધીઓ બુધવારે પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. તેઓએ પોલીસને જણાવ્યું હતુ કે, "પડોશમાં રહેતો એક વ્યક્તિ પૈસા અનેચોકલેટનીલાલચ આપીને છોકરીઓને ઘરે બોલાવતો હતો. આ પછી તે યુવતીઓના પ્રાઈવેટ પાર્ટની છેડતી કરતો હતો." પોલીસે ફરીયાદના આધારે આરોપીને કસ્ટડીમાં લીધો છે.
ચોકલેટની લાલચ આપી આરોપીએ કરી 5 યુવતીઓની જાતીય સતામણી, પત્ની પણ આપતી હતી સાથ - ચોકલેટ
અલીગઢમાં છોકરીઓની જાતીય સતામણીનો મામલો સામે આવ્યો છે.(HUSBAND AND WIFE SEXUALLY HARASSED MINOR GIRLS)પીડિતાની ફરિયાદ બાદ પોલીસે આરોપીની ધરપકડ કરીને પૂછપરછ શરૂ કરી છે.
ચોકલેટની લાલચઃપીડિતાના પક્ષે ફરીયાદમાં જણાવ્યું હતુ કે, "તેના ગામમાં રહેતો રાકેશ નાની છોકરીઓને પૈસા અને ચોકલેટનીલાલચ આપીને પોતાના ઘરે બોલાવતો હતો. આમાં તેની પત્ની સીમા તેને સપોર્ટ કરતી હતી. આરોપી છોકરીઓ સાથે અશ્લીલ હરકતો કરતો હતો. આરોપ છે કે, રાકેશે 5 છોકરીઓનું યૌન શોષણ કર્યું છે.
કસ્ટડીમાં લઈ પૂછપરછઃપીડિતાના પક્ષે જણાવ્યું હતુ કે, "જ્યારે યુવતીઓએ તેમને આ વાત કહી તો વિસ્તારમાં પંચાયત પણ બોલાવી હતી. પરંતુ પંચાયતમાં કોઈ નિર્ણય ન લઈ શકાયો. સર્કલ ઓફિસર અભય કુમારે જણાવ્યું કે, "લોઢા પોલીસ સ્ટેશન વિસ્તારના એક ગામમાં રહેતો રાકેશ ચોકલેટ આપવાના બહાને છોકરીઓને ઘરે બોલાવતો હતો. તે પછી તે તેમની સાથે અયોગ્ય વર્તન કરતો હતો. આ બાબતની તાત્કાલિક નોંધ લઈ આરોપીને કસ્ટડીમાં લઈ પૂછપરછ કરવામાં આવી રહી છે."