ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ઉત્તરપ્રદેશ પંચાયતની ચૂંટણી, રાજ્યના 18 જિલ્લામાં મતદાન શરૂ - રાજ્ય ચૂંટણી પંચ વિભાગ

ઉત્તરપ્રદેશમાં સ્થાનિક પંચાયતની ચૂંટણીના પ્રથમ તબક્કાનું આજે ગુરૂવારે મતદાન સવારે 7 વાગ્યાથી શરૂ થયું છે. જે સાંજના 6 વાગ્યા સુધી રહેશે. ચૂંટણીના આ તબક્કામાં 18 જિલ્લાઓમાં 2.21 લાખથી વધુ બેઠકો માટે મતદાન થશે.

ઉત્તરપ્રદેશ પંચાયતની ચૂંટણી, રાજ્યના 18 જિલ્લામાં મતદાન શરૂ થયું
ઉત્તરપ્રદેશ પંચાયતની ચૂંટણી, રાજ્યના 18 જિલ્લામાં મતદાન શરૂ થયું

By

Published : Apr 15, 2021, 8:05 AM IST

  • પ્રથમ તબક્કામાં 18 જિલ્લાઓમાં 2.21 લાખથી વધુ બેઠકો માટે મતદાન
  • પંચાયતની ચૂંટણીની બેઠકો માટે 3.33 લાખથી વધુ ઉમેદવારો મેદાનમાં
  • કોવિડ -19નું ધ્યાન રાખીને કડક પ્રોટોકોલ સાથે મતદાન થશે

લખનઉ: ઉત્તરપ્રદેશમાં આવતા વર્ષે યોજાનારી વિધાનસભાની ચૂંટણીઓની 'સેમિ ફાઇનલ' ગણાતી પંચાયતની ચૂંટણીના પ્રથમ તબક્કામાં 18 જિલ્લાઓમાં 2.21 લાખથી વધુ બેઠકો માટે મતદાન થશે.

આ પણ વાંચો:મુખ્યપ્રધાન કાર્યાલયમાં કોરોનાનો પગ પેસારો, મુખ્યપ્રધાન યોગી થયા કોરોના સંક્રમિત

સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ

રાજ્ય ચૂંટણી પંચ દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, મતદાન સવારે 7 વાગ્યાથી સાંજના 6 વાગ્યા શરૂ થશે. જિલ્લા પંચાયત સદસ્ય, ક્ષેત્ર પંચાયત સભ્ય, ગ્રામ પ્રધાન અને ગ્રામ પંચાયત વોર્ડ સભ્ય એમ 2.21 લાખથી વધુ બેઠકો માટે 3.33 લાખથી વધુ ઉમેદવારો મેદાનમાં છે. અયોધ્યા, આગ્રા, કાનપુર, ગાઝિયાબાદ, ગોરખપુર, જૈનપુર, ઝાંસી, પ્રયાગરાજ, બરેલી, ભદોહી, મહોબા, રામપુર, રાયબરેલી, શ્રાવસ્તિ, સંત કબીર નગર, સહારનપુર, હરદોઈ અને હાથરસ જિલ્લામાં પ્રથમ તબક્કાનું મતદાન યોજાઈ રહ્યું છે.

આ પણ વાંચો:સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઇ વહીવટી તંત્ર બન્યું સજ્જ

માસ્ક અને સામાજિક અંતર જરૂરી

રાજ્યના અધિક ચૂંટણી કમિશ્નર વેદપ્રકાશ વર્માએ જણાવ્યું હતું કે., કોવિડ -19નું ધ્યાન રાખીને કડક પ્રોટોકોલ સાથે મતદાન થશે. આ દરમિયાન, મતદારોએ માસ્ક પહેરવું અને સામાજિક અંતર જાળવવું ફરજિયાત રહેશે. આયોગે મતદાન મથકોની બહાર 6-6 ફૂટના અંતરે ઉભવાનો હુકમ જાહેર કર્યો છે. અલ્હાબાદ હાઈકોર્ટે રાજ્ય સરકારને 25મે સુધીમાં પંચાયતની ચૂંટણી પૂર્ણ કરવાનો આદેશ આપ્યો હતો.

ABOUT THE AUTHOR

...view details