- ઉત્તરપ્રદેશે વધુ એક સિદ્ધિ હાંસલ કરી
- ઈ-પંચાયત પુરસ્કારમાં UPનું પ્રથમ સ્થાન
- યોગી આદિત્યનાથના નેતૃત્વ હેઠળ મેળવ્યો પુરસ્કાર
લખનઉઃ ઉત્તરપ્રદેશમાં મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથના કુશળ નેતૃત્વમાં વધુ એક સિદ્ધિ હાંસલ કરી છે. કેન્દ્રિય પંચાયતી રાજ મંત્રાલયે 3 અલગ અલગ કેટેગરીમાં ઈ-પંચાયત પુરસ્કારની જાહેરાત કરી છે, જે અંતર્ગત રાષ્ટ્રીય ગ્રામ સ્વરાજ અભિયાન યોજના હેઠળ ઉત્તરપ્રદેશને રાષ્ટ્રીય સ્તર પર ઈ-પુરસ્કારમાં પહેલું સ્થાન મળ્યું છે. આ પુરસ્કાર 24 એપ્રિલે પંચાયત દિવસ નિમિત્તે દિલ્હીમાં આયોજિત સમારોહમાં આપવામાં આવશે.
આ પણ વાંચોઃમિસ ઈન્ડિયા રનરઅપ દીક્ષા સિંહ UPમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી લડશે
ગ્રામ પંચાયતોમાં ઓનલાઈન પેમેન્ટ કરવામાં મોખરે
મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથની પહેલ પર રાજ્યની 58,194 ગ્રામ પંચાયતોમાં ઓનલાઈન પેમેન્ટ ગેટવેથી વર્ષ 2019-2020માં 2,13,525 અને 2020-21માં 1,95,903 ડિજિટલ સિગ્નેચર રજિસ્ટ્રેશન કરીને કુલ 17,881 કરોડ રૂપિયાનું ઓનલાઈન પેમેન્ટ કર્યું છે. રાજ્યમાં પંચાયતોએ 21,27,863 વેચાણકર્તાઓને અત્યાર સુધી રજિસ્ટર્ડ કરી તેમને ઓનલાઈન પેમેન્ટ કર્યું છે. જ્યારે એક્શન સોફ્ટવેર હેઠળ વર્ષ 2019-20માં 10,19,406 અને 2020-21માં 8,18,596 કાર્યની ભૌતિક અને નાણાકીય પ્રગતિ થઈ છે. રાષ્ટ્રીય ગ્રામ સ્વરાજ યોજના હેઠળ રાજ્યના દરેક જિલ્લા અને મંડળના સ્તર પર અધિકારી, DPM, ADPM, ડિવિઝન DPM, કમ્પ્યૂટર ઓપરેટર, 28,194 પ્રધાનો, 11,140 સચિવોને ઓનલાઈન પેમેન્ટ ગેટવે પર સતત પ્રશિક્ષણ રાજ્ય, જનપદ અને વિકાસ ખંડ સ્તર પર આપવામાં આવ્યું છે.
આ પણ વાંચોઃગોરખપુરમાં વિશ્વનો સૌથી ઉંચો 'પ્રિલિંગ ટાવર' બનાવાયો
પંચાયત દિવસે મળશે પુરસ્કાર
કેન્દ્ર પંચાયતી રાજ મંત્રાલયે અનેક ધોરણોને ધ્યાનમાં રાખી પુરસ્કારની જાહેરાત કરી છે. આ ધોરણોમાં ઈ-ગ્રામ સ્વરાજ પોર્ટલ, પ્લાન પ્લસ, એક્શન સોફ્ટ, LGDની પંચાયતોમાં સંચાલન, ઈ-સર્વિસ, પંચાયત પ્રતિનિધિઓ અને કર્મચારીઓના પ્રશિક્ષણ શામેલ છે. આ ધોરણોને જોતા ઉત્તરપ્રદેશને 2021ની ઈ-પંચાયતનો પહેલો પુરસ્કાર મળ્યો છે.