- ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે કોરોનાની વેક્સિન લીધી
- લખનઉની સિવિલ હોસ્પિટલમાં કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો
- મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે લોકોને વેક્સિન લેવા અપીલ કરી
લખનઉ : ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે આજે સોમવારે કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો હતો. મુખ્યપ્રધાન યોગી રાજધાની લખનઉની સિવિલ હોસ્પિટલમાં ગયા અને કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો હતો. આ પ્રસંગે મુખ્યપ્રધાન યોગીએ દેશના વૈજ્ઞાનિકોનો આભાર માન્યો હતો.
બેદરકારીને કારણે દેશમાં કોરોનાનો ચેપ વધ્યો
મુખ્યપ્રધાન યોગીએ જણાવ્યું કે, બેદરકારીને કારણે દેશમાં કોરોનાનો ચેપ વધી રહ્યો છે. જેના કારણે હાલત કફોડી બની છે. કોરોનાનો નવો સ્ટ્રેન બેદરકારીનું પરિણામ છે. દરેકે તેમનો વારો આવે ત્યારેે કોરોના વેક્સિન મૂકાવવી જોઇએ. મારો વારો આવ્યો ત્યારે મેં પણ વેક્સિન મકાવી છે.
માસ્ક અને સામાજિક અંતરને અનુસરવું જરૂરી
મુખ્યપ્રધાન યોગીએ ફરી એકવાર લોકોને કોવિડ-19ના પ્રોટોકોલને અનુસરવાની અપીલ કરી અને કહ્યું કે, માસ્ક અને સામાજિક અંતરને અનુસરવું હજુ પણ જરૂરી છે. કોરોના વેક્સિન મુકાવ્યા પછી પણ લોકોએ માસ્ક પહેરવું જોઇએ અને બે ગજનુંં અંતર રાખવું જોઇએ.
દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે મુકાવી હતી વેક્સિન
દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલને માર્ચ મહિનામાં કોરોના વેક્સિન લીધી હતી. અરવિંદ કેજરીવાલને દિલ્હીની લોક નાયક જયપ્રકાશ હોસ્પિટલમાં વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો હતો. તેમને કોવિશિલ્ડ વેક્સિન મૂકવામાં આવી હતી. અરવિંદ કેજરીવાલની સાથે તેમના માતા-પિતાને પણ વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો હતો. અરવિંદ કેજરીવાલ 52 વર્ષના છે. પરંતુ તેઓ લાંબા સમયથી ડાયાબિટીઝથી પીડિત છે. તેથી તેમને પણ આ વેક્સિન આપવામાં આવી હતી. રસી મળ્યા બાદ દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે, અમને કોઈપણ પ્રકારની મુશ્કેલી આવી નથી. તે દરેકને અપીલ કરવા માગે છે કે, જે પણ રસી લગાવવાને પાત્ર છે, તેઓએ રસી લેવી જ જોઇએ.
આ પણ વાંચો : દિલ્હીના CM અરવિંદ કેજરીવાલે કોરોના રસી કોવિશિલ્ડનો પ્રથમ ડોઝ લીધો